અમદાવાદમાં 48 બાંગ્લાદેશીઓની અટકાયત,અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો
- ગેરકાયદે ઘુસણખોરી સામે 'દાદા' સરકારની મોટી કાર્યવાહી
- 'દાદા' સરકારમાં નહીં ચાલે ગુજરાતમાં ગેરકાયદે ઘુસણખોરી
- ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 48 શંકાસ્પદોની અટકાયત કરી
Gujarat:અમદાવાદમાં 48 જેટલા બાંગ્લાદેશીઓ(BangladeshiImmigrants )ની અટકાયત કરાઈ છે. તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો થયો છે. 200થી વધુ શંકાસ્પદ લોકોની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી અને બનાવટી અને નકલી દસ્તાવેજો અંગે હજુ પણ તપાસ યથાવત છે. અનેક લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ મોટી કાર્યવાહી
ક્રાઈમ બ્રાન્ચ (CrimeBranch)દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાની માહિતી અહેવાલ સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી છે. આ લોકો શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અમદાવાદના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ અજીત રાજિયને જણાવ્યું કે આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી
ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસણખોરી કરતાં સમયે પકડાતા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતાં ઝડપાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતાં વિદેશી નાગરિકો ઝડપાયા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં 200 જેટલા શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, 50 જેટલા બાંગ્લાદેશીઓ બનાવટી અને નકલી દસ્તાવેજો સાથે અમદાવાદમાં ગેરકાયદે વરસાદટ કરતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, બનાવટી અને નકલી દસ્તાવેજો સાથે અમદાવાદમાં વરસાટ કરતા હતા. તપાસ દરમિયાન અનેક લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળી ટાળે જ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી
ક્રાઈમ બ્રાંચના ઓફસરને આ મામલે બાતમી મળી હતી. ખોટા દસ્તાવેજો બનાવીને આ બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. ખોટાં દસ્તાવેજો ઉભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. દિવાળી ટાળે જ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.