લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 ની ધરપકડ, મારામારી કેસમાં કાર્યવાહી
- લોકસાહિત્યકાર ફરી એક વખત જેલ હવાલે કરાશે
- મારામારી કેસમાં દેવાયત ખવડની ધરપકડ
- વતનમાં હોવાની બાતમી મળતા પોલીસ ત્રાટકી
Devayat Khavad News : તાજેતરમાં ગીર સોમનાથના તલાલા ખાતે લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devyat Khavad) દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાની ઘટના સામે આવી હતી. જે બાદ દેવાયત ખવડ (Devyat Khavad) સહિત 15 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરોક્ત મામલાની તપાસમાં જોડાયેલી ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેવાયત ખવડ (Devyat Khavad Arrest) સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય વિરૂદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
શુંં હતો સમગ્ર મામલો
તાજેતરમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devyat Khavad) અને તેના સાગરીતોએ અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં કરવામાં આવેલા આ હુમલામાં ધ્રુવરાજસિંહને ઈજાઓ પહોંચતા તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે બાદ ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ દ્વારા દેવાયત ખવડ (Devyat Khavad) અને તેના સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલમાંથી ધ્રુવરાજસિંહનો એક વીડિયો સામે આવ્યો હતો.
દેવાયત ખવડનું મોઢું ખુલી ગયું
ધ્રુવરાજસિંહ ચૌહાણનું કહેવું હતું કે. સોમનાથ જતા તેમની ગાડીને આંતરીને 12-13 લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ગાડીના કાચ તોડી નાખ્યા અને તેમને બહાર કાઢીને માર માર્યો હતો. હુમલાખોરોએ રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હુમલામાં તેમને પગ અને હાથમાં ફ્રેક્ચર થયું છે. ધોકા મારનાર બધાએ મોઢા બાંધેલા હતા, પરંતુ છેલ્લે દેવાયત ખવડ (Devyat Khavad) નું મોઢું ખુલી ગયું હતું .
વતન દુધઈ ગામે છુપાયેલો છે
આ મામલે ફરિયાદ બાદ પોલીસે અગલ-અગલ સાત જેટલી ટીમો બાનવી તપાસ વધુ વેગવાન બનાવી હતી. આખરે આજે સવારે ગીર સોમનાથ LCB પોલીસને બાતમી મળી હતી કે દેવાયત ખવડ (Devyat Khavad Arrest) તેના વતન દુધઈ ગામે છુપાયેલો છે, જેના આધારે પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. જો કે, આ વાતને હજી સુધી સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. ટુંક સમયમાં ધરપકડની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.
આ પણ વાંચો ----- Youtuber Elvish Yadav ના ઘરે ધડાધડ ફાયરિંગ, અજાણ્યા શખ્સોએ દહેશત મચાવી


