Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Devayat Khavad Controversy : બંને કારનાં માલિક દેવાયત ખવડ ન હોવાનો ખુલાસો! પત્નીની પૂછપરછ, ઘરની તપાસ

બે દિવસમાં પોલીસ સ્ટેશને આવી નિવેદન આપવા જણાવ્યું છે. કારના માલિક રાજકોટ-અમરેલીનાં (Rajkot-Amreli) હોવાનું સામે આવ્યું છે.
devayat khavad controversy   બંને કારનાં માલિક દેવાયત ખવડ ન હોવાનો ખુલાસો  પત્નીની પૂછપરછ  ઘરની તપાસ
Advertisement
  1. દેવાયત ખવડના મોરેમોરા મુદ્દે તપાસનો ધમધમાટ (Devayat Khavad Controversy)
  2. તાલાલાના બાકુલા ઘણેજ ગામે મળેલી કારની તપાસ શરૂ
  3. બંને કારનાં માલિક દેવાયત ખવડ ન હોવાનો ખુલાસો થયો
  4. કારના માલિક રાજકોટ-અમરેલીનાં હોવાનું સામે આવ્યું
  5. બંને પાસેથી દેવાયત ખવડ કાર લઈ ગયા હતા

Devayat Khavad Controversy : ડાયરા કલાકાર દેવાયત ખવડના મોરેમોરા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તાલાલાના બાકુલા ઘણેજ ગામે મળી આવેલી બંને કારની તપાસ હાથ ધરાઈ છે. બંને કારનાં માલિકોનાં નામ સામે આવ્યા છે અને પોલીસ દ્વારા બંને કાર માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. બે દિવસમાં પોલીસ સ્ટેશને આવી નિવેદન આપવા જણાવ્યું છે. કારના માલિક રાજકોટ-અમરેલીનાં (Rajkot-Amreli) હોવાનું સામે આવ્યું છે. તાલાલા પોલીસે (Talala Police) દેવાયત ખવડના પત્નીની પણ પૂછપરછ કરી છે.

આ પણ વાંચો - Devayat Khavad Controversy : વધુ એક શખ્સની એન્ટ્રી, Video બનાવી દેવાયત ખવડને ફેંક્યો ખુલ્લો પડકાર!

Advertisement

કારના માલિક રાજકોટ-અમરેલીનાં હોવાનું સામે આવ્યું

ગીર સોમનાથનાં (Gir Somnath) DySP વી.આર. ખેંગારે આ કેસમાં વધુ માહિતી આપતા કહ્યું કે, દેવાયત ખવડ દ્વારા ગુનામાં વપરાયેલી બે કાર મળી આવી છે. આ બંને કારનાં માલિકોનાં નામ પણ સામે આવ્યા છે. આ બંને કાર તાલાલાના બાકુલા ઘણેજ ગામથી મળી આવી છે. કારના માલિક રાજકોટ-અમરેલીનાં હોવાનું સામે આવ્યું છે. ફોર્ચ્યુનર કાર માલિક દાવડા મિલનભાઈ રાજકોટના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ક્રેટા કારના માલિક અમરેલીનાં છે. આ બંને પાસેથી દેવાયત ખવડ થોડા સમય પહેલા કાર લઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો - જૂનાગઢ : પોલીસને દેવાયત ખવડની મળી ફોર્ચ્યુનર-ક્રેટા કાર, હવે થશે દૂધનું દૂધ પાણીનું પાણી

બંને કાર માલિકો પાસેથી Devayat Khavad કાર લઈ ગયા હતા! બંનેને નોટિસ

તેમણે વધુમાં જણાવ્યું કે, બંને કારના માલિકોને તાલાલા પોલીસ (Talala Police) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જે હેઠળ બંને કાર માલિકોને પોલીસ સ્ટેશન આવી નિવેદન આપવા જણાવ્યું છે. આથી, બંને કાર માલિક આજે તાલાલા આવી શકે છે. આ કેસમાં દેવાયત ખવડનાં પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ ( Ahmedabad) અને દુધઈ ખાતે આવેલા દેવાયત ખવડના ઘરની પણ પોલીસે તપાસ કરી છે.

આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડ પર ફરી મારામારીનો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×