Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, 3.71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો મંદિરમાં પ્રથમ દિવસે 29.44 લાખના દાનની આવક થઇ પ્રથમ દિવસે 3.71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા ભાદરવી પૂનમના મેળાને લઈ Ambaji માં ભક્તોનું ઘોડાપુર છે. અંબાજી જતા રસ્તાઓ ભક્તોની ભીડથી ઉભરાયા છે....
gujarat  ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર   3 71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા
Advertisement
  • યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો
  • મંદિરમાં પ્રથમ દિવસે 29.44 લાખના દાનની આવક થઇ
  • પ્રથમ દિવસે 3.71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

ભાદરવી પૂનમના મેળાને લઈ Ambaji માં ભક્તોનું ઘોડાપુર છે. અંબાજી જતા રસ્તાઓ ભક્તોની ભીડથી ઉભરાયા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતા રસ્તા પર અનેક સેવા કેમ્પ કાર્યરત છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સેવા કેમ્પની મુલાકાત લેશે. અંબાજીના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. તેમજ પ્રથમ દિવસે 3.71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે.

મંદિરમાં પ્રથમ દિવસે 29.44 લાખના દાનની આવક થઇ

મંદિરમાં પ્રથમ દિવસે 29.44 લાખના દાનની આવક થઇ છે. તેમજ 3.35 લાખ પેકેટ મોહનથાળ, 4751 પેકેટ ચીકી વિતરણ સાથે 433 બસ ટ્રીપમાં 22,516 યાત્રાળુએ મુસાફરી કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા 1192 લોકોને સારવાર અપાઈ છે. ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસ સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થયો છે, ત્યારે માં જગતજનની અંબાના ધામે યોજાઇ રહેલો સાત દિવસના આ મહામેળામા લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના દર્શન કરી રહ્યા છે.

Advertisement

Advertisement

પીવાના પાણી, ટોયલેટ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી

મોટી સંખ્યામાં આવતા ભાવીક ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર રોડની ડાબી બાજુ સેવાકેમ્પ કાર્યરત છે, જેમાં ભક્તો માટે વિસામા, જમવા, પીવાના પાણી, ટોયલેટ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

યાત્રાધામ Ambaji માં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો

પ્રથમ દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના ચરણે શીશ નમાવા પહોંચ્યા હતા. રંગે ચંગે યોજાતો આ ભાદરવી મહાકુંભમા યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે. 650 કરતા વધુ સીસીટીવી કેમેરામાં સમગ્ર મેળાનું સુપર વિઝન કરવામાં આવી રહ્યું છે. મેળાનો પ્રથમ દિવસ સુખ રૂપ સંપન્ન થયો છે. તારીખ 31/08/25 થી 01/09/25 સુધી મેળાના પ્રથમ દિવસ સાંજે 5 વાગ્યા સુધી 3,35,316 બોક્સ મોહનથાળનું વિતરણ થયું હતું અને 3,71,211 જેટલા ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. તેમજ 46,579 જેટલા ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો. ત્યારે મંદિરના શિખરે 140 ધજા રોહન થઈ હતી. ભાદરવી પૂનમના મહાકુંભમા અવિરત પણે ભક્તોનો પ્રવાહ અંબાજીમા જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર સુરક્ષા અને સ્વચ્છતાને લઇ કાર્યરત છે અને લાખોની સંખ્યામા આવતા માઇભકતોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કટિબંધ છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 2 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×