ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટના કાર્ગો વિલેજમાં ભીષણ આગ, તમામ ફલાઇટ કરાઇ રદ

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિલેજમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા બાંગ્લાદેશ આર્મી પણ કામે લાગી છે. ફાયર સર્વિસ, વાયુસેના અને નૌસેના સાથે મળીને 30થી વધુ યુનિટ્સ આગ બુઝાવવાના પ્રયાસ કરી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે
06:03 PM Oct 18, 2025 IST | Mustak Malek
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિલેજમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા બાંગ્લાદેશ આર્મી પણ કામે લાગી છે. ફાયર સર્વિસ, વાયુસેના અને નૌસેના સાથે મળીને 30થી વધુ યુનિટ્સ આગ બુઝાવવાના પ્રયાસ કરી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે
Dhaka Airport

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ( Dhaka Airport )આવેલા હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિલેજ વિસ્તારમાં શનિવારે બપોરે લગભગ 2:30 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારનો ઉપયોગ સામાન્ય રીતે આયાતી માલના સંગ્રહ માટે થાય છે, જ્યાં આગ લાગવાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. આગના લીધે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબૂ મેળવવા ફાયર ટીમ સાથે બાંગ્લાદેશની આર્મી પણ જોડાઇ હતી.

બાંગ્લાદેશની રાજધાની Dhaka Airport પર લાગી ભીષણ આગ

ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગને કાબૂમાં લેવા માટે કુલ 36 જેટલા ફાયર યુનિટ્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બચાવ કામગીરીમાં માત્ર ફાયર સર્વિસ જ નહીં, પરંતુ બાંગ્લાદેશ વાયુસેના (Air Force), બાંગ્લાદેશ નૌસેના (Navy) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની ટીમો પણ જોડાઈ હતી. તમામ એજન્સીઓ સાથે મળીને સંયુક્ત રીતે આગ ઓલવવાના પ્રયાસો કરી રહી છે.

Dhaka Airport પર હાલ તમામ ફલાઇટ રદ કરાઇ

સાવચેતીના પગલા તરીકે, એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે એરપોર્ટ પરની તમામ ઉડ્ડયન કામગીરી (લેન્ડિંગ અને ટેકઓફ) સ્થગિત કરી દીધી છે. જેના કારણે બે સ્થાનિક અને બે આંતરરાષ્ટ્રીય સહિત ચાર ફ્લાઇટ્સને ચટગાંવ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. એરપોર્ટના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે ત્યાં હાજર તમામ વિમાનો સુરક્ષિત છે અને તેમને નુકસાનથી બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ઝડપથી ચાલી રહ્યા છે.

આ પણ વાંચો:    પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ભારતને ફરીવાર પરમાણુ હુમલાની આપી ગીદડ ધમકી

Tags :
Airport FireBangladeshCargo VillageDhakaFire AccidentFire FightingFlight SuspensionGujarat FirstHazrat Shahjalal Airportworld news
Next Article