Madhya Pradesh ની શાળામાં રાષ્ટ્રીય શોકના લીરા ઉડાડ્યા, જુઓ Video
- રાષ્ટ્રીય શોકના દિવસમાં કાર્યક્રમનું આયોજન કર્યું
- કલેક્ટર અને સીઈઓ અભિષેક ચૌધરીએ પુષ્ટિ કરી
- ઔપચારિક કે સરકારી કાર્યક્રમનું આયોજન પર રોક
Dhar School Viral Video : Madhya Pradesh ની એક શાળામાં તાજેતરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જેના કારણે આ શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ વિવાદનું કારણ બન્યા છે. તે ઉપરાંત આ શાળાનો Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ શાળાના સત્તાધીશો વિરુદ્ધ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
રાષ્ટ્રીય શોકના દિવસમાં કાર્યક્રમનું આયોજન કર્યું
એક અહેવાલ અનુસાર, આ ઘટના Madhya Pradesh માં આવેલા ધાર જિલ્લાની છે. ધાર જિલ્લામાં આવેલી કસ્તુરબા ગાંધીગર્લ્સ હોસ્ટેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓનો એક Video viral થયો હતો, જેમાં તેઓ રાષ્ટ્રીય શોક દરમિયાન ડાન્સ કરતી જોવા મળી હતી. Video viral થયા બાદ અધિકારીઓએ નોટિસ જારી કરી હતી. વાયરલ થઈ રહેલા Videoમાં મહિલા સ્ટાફ સભ્યોને વિદ્યાર્થીઓ સાથે 'ઘૂમર' સહિતના ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: હાડ થીજવતી ઠંડીમાં નિરાધાર લોકો પર પાણીનો માર મારીને....
કલેક્ટર અને સીઈઓ અભિષેક ચૌધરીએ પુષ્ટિ કરી
તો પૂર્વ વડાપ્રધાન Dr. Manmohan Singh ના નિધન પર સાત દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોકનો સમયગાળો હોવા છતાં, ધાર જિલ્લામાં સરકારી છાત્રાલયમાં વાર્ષિક સમારોહ યોજાયો હતો. જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ કલેક્ટર અને સીઈઓ અભિષેક ચૌધરીએ પુષ્ટિ કરી હતી કે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય નિવાસી છાત્રાલયમાં કાર્યક્રમના આયોજનમાં ભાગ લેનારા કર્મચારીઓને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
ઔપચારિક કે સરકારી કાર્યક્રમનું આયોજન પર રોક
તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન Dr. Manmohan Singhના નિધન બાદ સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાજ્યના શોક દરમિયાન વિધાનસભા અને સચિવાલય સહિત મહત્વની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધા નમેલા રહેલા છે. આ સિવાય કોઈ ઔપચારિક કે સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી.
આ પણ વાંચો: જ્યારે ડ્રાઈવર સુઈ ગયો, તો પોતે જ કેબ ચલાવવા લાગ્યો કસ્ટમર, વીડિયો થઈ રહ્યો છે વાયરલ