Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dharma: કૌરવો-સૌથી પહેલા ટેસ્ટટ્યૂબ બેબિસ, જાણો કેવી રીતે જન્મ્યાં 100 કૌરવો?

Dharma: ગાંધારી અને ધૃતરાષ્ટ્રને ઘણા સમય સુધી કોઇ સંતાન ન હતુ જેથી એ સમયે ગાંધારીએ પ્રખર તપ કરીને સંતાન પ્રાપ્તિનું વરદાન મેળવ્યું. પરંતુ જ્યારે ગાંધારી ગર્ભવતી બન્યા.. તો કંઇક એવું બન્યું જે વિજ્ઞાનની સમજથી પણ બહાર હતું..
dharma  કૌરવો સૌથી પહેલા ટેસ્ટટ્યૂબ બેબિસ  જાણો કેવી રીતે જન્મ્યાં 100 કૌરવો
Advertisement
  • ગાંધારી અને ધૃતરાષ્ટ્રને ઘણા સમય સુધી કોઇ સંતાન ન હતુ
  • ગાંધારીએ પ્રખર તપ કરીને સંતાન પ્રાપ્તિનું વરદાન મેળવ્યું
  • ગાંધારીએ જાતે જ ગર્ભ પર જોરથી હાથ માર્યો
  • ડિલિવરી થઇ તો બાળકને સ્થાને એક કઠણ માંસનો ટુકડો નીકળ્યો
  • હસ્તિનાપુરમાં ઋષિ વેદવ્યાસે માંસના ટુકડાના 100 ભાગ કર્યા
  • પ્રત્યેક ટુકડાને ઘીથી ભરેલા માટલામાં સુરક્ષિત રીતે મુકી દીધા
  • દરેક માટલમાંથી એક એમ સો બાળકોનો જન્મ થયો

Dharma: આપણે પાંચ પાંડવના જન્મની કથા જાણી છે. પણ શું તમને ખબર છે કે 100 કૌરવોનો જન્મ કેવી રીતે થયો.. ગાંધારી અને ધૃતરાષ્ટ્રને ઘણા સમય સુધી કોઇ સંતાન ન હતુ.. એ સમયે ગાંધારીએ પ્રખર તપ કરીને સંતાન પ્રાપ્તિનું વરદાન મેળવ્યું. પણ વાત આટલેથી અટકી નહી.. કારણ કે જ્યારે ગાંધારી ગર્ભવતી બન્યા.. તો કંઇક એવું બન્યું જે વિજ્ઞાનની સમજથી પણ બહાર હતું..

Dharma, 100 Kauravas - Gujarat first1

Advertisement

કેવી રીતે જન્મ્યાં 100 કૌરવો?

મહારાણી ગાંધારીને બે વર્ષ સુધી પ્રસૂતિ નહીં થઇ. કંટાળીને ગાંધારીએ જાતે જ જોરથી હાથ માર્યો ગર્ભ પર. તો માંસનો ટુકડો બહાર આવી ગયો. એટલે જ્યારે ડિલિવરી થઇ તો બાળકને સ્થાને એક કઠણ માંસનો ટુકડો નીકળ્યો. એ સમયે હસ્તિનાપુરમાં ઋષિ વેદવ્યાસ આવ્યા હતા. ઋષિએ હતાશ અને નિરાશ ગાંધારીને શાંત્વના આપી કે આ માંસના ટુકડાથી જ આપને 100 સંતાન પ્રાપ્ત થશે. ઋષિ વેદવ્યાસે માંસના ટુકડાના 100 ભાગ કર્યા. અને પ્રત્યેક ટુકડાને ઘીથી ભરેલા માટલામાં સુરક્ષિત રીતે મુકી દીધા. સમય જતાં દરેક માટલમાંથી એક એમ સો બાળકોનો જન્મ થયો. આ સો બાળકો. એ જ સો કૌરવ.

Advertisement

Dharma, 100 Kauravas - Gujarat first1

કૌરવો - સૌથી પહેલા ટેસ્ટટ્યૂબ બેબિસ/ માટલા બેબિસ

હવે આ ફેનોમેનનને આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ. તો તેને એમ્બ્રિયો ટ્રાન્સફર ઓર ટેસ્ટટ્યૂબ પ્રોસેસની સાથે સરખાવી શકાય. એ રીતે જોવા જઇએ તો કૌરવોને માટલા બેબિસ કહી શકાય.. પણ પછી વિચારવાની વાત એ આવે કે, જે ટેક્નોલોજી પર આધુનિક વિજ્ઞાન છેલ્લા કેટલાક દાયકાથી કામ કરી રહ્યું છે. એનું વર્ણન હિંદુ ધર્મ ગ્રંથોમાં હજારો વર્ષ પહેલાથી કેવી રીતે કરાયું હશે.. અને આ બધું વિચાર્યા બાદ સવાલ એ કે, શું ખરેખર હિંદુ ધર્મગ્રંથ એ માત્ર આસ્થાની ગાથા છે કે પછી ભવિષ્યમાં આવનારી ટેક્નોલોજી માટેની ગાઇડ..

Dharma, 100 Kauravas - Gujarat first1

અહેવાલ: અમિતા જરીવાલા - અમદાવાદ

આ પણ વાંચો:  Rinmukteshwar Mandir: જો તમે દેવાના બોજ નીચે દબાયેલા છો તો આ મંદિરે ઝુકાવો શીશ

Tags :
Advertisement

.

×