બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ!
- Dharmendra Health Update:અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી
- મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
- હાલ ધર્મેન્દ્રની તબિયત સ્થિર હોવાના સમાચાર
બોલિવૂડના પીઢ અભિનેતા 89 વર્ષીય ધર્મેન્દ્ર ને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે 1લી નવેમ્બર ના રોજ તેમના સ્વાસ્થ્યને લઈને ચાહકોમાં ફેલાયેલી ચિંતાના મોજું ફરી વળ્યું . હોસ્પિટલના સૂત્રો અને પરિવાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમની હાલત સ્થિર છે અને ગભરાવાની જરૂર નથી.
Dharmendra Health Update: રૂટિન ચેક માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
પ્રાપ્ત લેટેસ્ટ માહિતી અનુસાર 89 વર્ષીય અભિનેતાને આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રૂટિન હેલ્થ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, શુક્રવારની રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ ઊભી થતાં, સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ICU ઇન્ટેન્સિવ કેર યુનિટ માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક સ્ટાફ સભ્યએ જણાવ્યું કે, "ધર્મેન્દ્રની હાલત સ્થિર છે. તેમના હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર નોર્મલ છે. ચિંતા કરવા જેવું કંઈ નથી." તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતનો પરિવાર તેમની સાથે સતત હાજર છે.
Dharmendra Health Update: હાલ ધર્મેન્દ્રની તબિયત સ્થિર છે
પરિવારના સૂત્રએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરિણામોમાં સમય લાગે તેમ હોવાથી અને તેઓ વૃદ્ધ હોવાથી, બધા રૂટિન ટેસ્ટ યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે. તેમને યોગ્ય તબીબી સંભાળની જરૂર છે.તેમની તબિયત હાલ સ્થિર છે. આ ઘટના તેમના આગામી 90મા જન્મદિવસ ડિસેમ્બર પહેલાં બની છે, પરંતુ પીઢ અભિનેતાના ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ધર્મેન્દ્ર અગાઉ પણ તેમના સ્વાસ્થ્ય વિશે સકારાત્મક વલણ દર્શાવી ચૂક્યા છે. તેમણે આ વર્ષે એપ્રિલમાં આંખની કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન (આઈ ગ્રાફ્ટ) સર્જરી કરાવી હતી. તે સમયે, તેમને જમણી આંખ પર પાટો બાંધીને મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. પાપારાઝી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ હજુ પણ "ખૂબ જ મજબૂત" છે અને વધુમાં કહ્યું હતું, "મારી પાસે હજુ પણ ઘણી શક્તિ છે, ઘણું જીવન છે... હું મજબૂત છું. દર્શકોને પ્રેમ."
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ધર્મેન્દ્ર તાજેતરમાં "તેરી બાતેં મેં ઐસા ઉલઝા જિયા" માં જોવા મળ્યા હતા. તેઓ આગામી યુદ્ધ-ડ્રામા ફિલ્મ "ઇક્કિસ" માં અભિનય કરતા જોવા મળશે, જે પરમ વીર ચક્ર વિજેતા અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે અને ડિસેમ્બરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ છે. આ ઉપરાંત, તેઓ ફેમિલી-ડ્રામા થ્રિલર "મૈને પ્યાર કિયા ફિર સે" માં પણ જોવા મળશે.
આ પણ વાંચો: Happy Birthday Aishwarya Rai: ફિલ્મને ટક્કર મારે તેવી લવ સ્ટોરી, અભિષેકે બાલ્કનીમાં કર્યું હતું પ્રપોઝ


