Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dholka : લગ્નમાં જમણવાર પછી કુડ પોઈઝનિંગ; 50થી વધારે મહેમાનો હોસ્પિટલ ભેગા

Dholka : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર પછી કુડ પોઈઝનિંગનો ભયાનક બનાવ બન્યો છે. જમણ પછી ઉલટી અને પેટના દુખાવાના લક્ષણો દેખાતા 50થી વધુ લોકોને તુરંત ધોળકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. આંકડો વધવાની શક્યતા છે, કારણ કે લગ્નમાં 200થી વધુ મહેમાનો હાજર હતા.
dholka   લગ્નમાં જમણવાર પછી કુડ પોઈઝનિંગ  50થી વધારે મહેમાનો હોસ્પિટલ ભેગા
Advertisement
  • Dholka : પોપટપરા લગ્નમાં જમણવારમાં ફૂડ પોઈઝનિંગ ; 50થી વધુને જાલા-ઉલટી, 10 એમ્બ્યુલન્સ મોકલાઈ
  • અમદાવાદ ગ્રામ્યમાં ભયાનક બનાવ : લગ્ન પ્રસંગમાં કુડ પોઈઝનિંગ, 5ની હાલત નાજુક
  • ધોળકાના પોપટપરામાં જમણ પછી હાહાકાર : 50થી વધુ દર્દીઓ, કિશોરસિંહ ડાભીએ ઘટનાસ્થળે પહોંચી
  • લગ્નની ખુશીમાં દુઃખ : ધોળકામાં કુડ પોઈઝનિંગથી મહેમાનો બીમાર, તપાસના આદેશ

Dholka : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર પછી કુડ પોઈઝનિંગનો ભયાનક બનાવ બન્યો છે. જમણ પછી ઉલટી અને પેટના દુખાવાના લક્ષણો દેખાતા 50થી વધુ લોકોને તુરંત ધોળકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. આંકડો વધવાની શક્યતા છે, કારણ કે લગ્નમાં 200થી વધુ મહેમાનો હાજર હતા. આ અંગે આરોગ્ય વિભાગને જાણકારી આપતાની સાથે જ કર્મચારીઓ ઘટના સ્થળે દવાઓ લઈને દોડી આવ્યા હતા. તે ઉપરાંત દસથી વધારે એમ્બ્યુલન્સ થકી દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફૂડ પ્રોઈઝનિંગ પછી લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોની તબિયત લથડી હતી. જેમાં નાના બાળકોને લઈને ચિંતામાં વધારો થયો હતો. તેથી યુદ્ધના ધોરણે સારવારની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘટના સ્થળે સારવાર ચાલું કરવામાં આવી હતી, તો એમ્બ્યુલન્સ થકી પણ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા હતા.

Advertisement

મીઠાઈની મજા પછી મહેમાનોને મળી પેટની સજા

જ્યારે લગ્ન પ્રસંગમાં જમણવાર સમયે મહેમાનોને શાકાહારી વાનગીઓ સાથે મીઠાઈઓ પણ પીરસવામાં આવી હતી. જમણ પછી લગભગ એક કલાકમાં જ મહેમાનોને ખુબ જ જોરથી પેટમાં દુખાવો અને ઉલ્ટી-ઝાડાની સમસ્યાઓ સામે આવી હતી. આ લક્ષણો દેખાયા પછી તરત જ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. દર્દીઓને ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

સ્થાનિક ધારાસભ્ય રહ્યાં ખડેપગે

સ્થાનિક ધારાસભ્ય કિશોરસિંહ ડાભીએ ઘટનાની જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને આરોગ્ય વિભાગ તથા પ્રશાસને યુદ્ધસ્તરે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, "આ ગંભીર બનાવ છે. દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપી છે અને લગ્નના કેટરર્સના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો કોઈ બેદરકારી મળશે તો કડક કાર્યવાહી થશે." હાલમાં દસથી વધારે એમ્બ્યૂલન્સ વડે દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

વાનગીઓમાં કેમિકલ રિએક્શન

આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ બનાવનું કારણ કુડ પોઈઝનિંગ જ છે, જે જમણમાં વપરાયેલા પાણી અથવા વાનગીઓમાં કેમિકલ રિએક્શનના કારણે થયું હોઈ શકે છે. ઘટનાસ્થળેથી ખાધ્ય પદાર્થોના નમૂના લઈને લેબમાં તપાસ કરાવવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં 30થી વધુ દર્દીઓને દવાઓ આપીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે, પરંતુ હજું પણ અનેક દર્દીઓ સારવાર હેઠળ છે. આંકડો વધવાની શક્યતા છે.

આ પણ વાંચો- ગુજરાતના સાંસદો TB-મુક્ત ભારત માટે એક થયા : કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની કરી હાકલ

Tags :
Advertisement

.

×