Devayat Khavad : દેવાયત ખવડે બંદુક બતાવી કેસ ન કરવાની આપી ધમકીઃ ધ્રુવરાજસિંહ
- ડાયરાના કલાકાર Devayat Khavad નો ગીરમાં મોરેમોરો?
- દેવાયત ખવડ-ધ્રુવરાજસિંહ વચ્ચે ઘર્ષણમાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
- ચિત્રોડ પાટિયા નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી ફૂટેજની તપાસ
- સમગ્ર મામલે ધ્રુવરાજસિંહની પ્રતિક્રિયા પણ આવી સામે
- દેવાયત ખવડે બંદુક બતાવી કેસ ન કરવાની આપી ધમકીઃ ધ્રુવરાજસિંહ
Junagadh : ડાયરાના કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમનાં સાથીઓ સામે ધ્રુવરાજસિંહ ચૌહાણની (DhruvRajSingh Chauhan) કારને ટક્કર મારવાનો અને માર મારવાનો આરોપ છે. આ મામલે તાલાલા પોલીસે (Talala Police) વધુ તપાસ હાથ ધરી છે. જો કે, હવે આ સમગ્ર મામલે ધ્રુવરાજસિંહની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સાથે જ ચિત્રોડ પાટિયા નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડ પર ફરી મારામારીનો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો
'તારા માટે જ બંદૂક લઈને આવ્યો છું પાડી દેવાનો છે તને'
ડાયરાના કલાકાર દેવાયત ખવડનો ગીરમાં મોરેમોરો?
કાર અથડાયા બાદ બંને જૂથ વચ્ચે અથડામણનો દાવો
સમગ્ર મામલે ધ્રુવરાજસિંહની પ્રતિક્રિયા આવી સામે
ધ્રુવરાજ સિંહે કહ્યું હુમલો કરવામાં 10થી 15 લોકો હતા#Gujarat #DevayatKhavad… pic.twitter.com/WBzjPqUwPD— Gujarat First (@GujaratFirst) August 12, 2025
10 થી 15 લોકોએ હુમલો કર્યો, સોનાની ચેન, રોકડની લૂંટ કરી : ધ્રુવરાજસિંહ
જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) અને અમદાવાદ સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે ઝઘડો થયાની ચર્ચાઓ વેગવંતી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હવે ધ્રુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આરોપ સાથે કહ્યું કે, તેમના પર હુમલો કરવામાં 10 થી 15 જેટલા લોકો હતા. તેમની સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ પણ કરાઈ હતી. જ્યારે દેવાયત ખવડે બંદુક બતાવીને આ મામલે કેસ ન કરવાની ધમકી આપી છે. ધ્રુવરાજસિંહનો (DhruvRajSingh Chauhan) આક્ષેપ છે કે, આજે સવારે 11 કલાકે તાલાલાના ચિત્રાવડ ગામે હુમલો થયો હતો. આ હુમલો જૂની અદાવતમાં કર્યો હોવાનો ધ્રુવરાજસિંહનો આરોપ છે.
આ પણ વાંચો - Jairaj Singh Controversy : કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર, કહ્યું- ઈતિહાસની જાણકારી વિના..!
ચિત્રોડ પાટિયા નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી ફૂટેજની તપાસ
ધ્રુવરાજસિંહ આરોપ સાથે કહ્યું કે, 50 ની સ્પીડે ગાડી ચલાવતા હોવા છતાં તેમની કારને દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને ક્રેટાએ પાંચ વખત ટક્કર મારી હતી. પછી બંને ગાડીમાંથી ઉતરેલા લોકોએ ધ્રુવરાજસિંહને માર માર્યો હતો. ગાડીમાંથી ઉતરેલા ત્રણ લોકોએ ધ્રુવરાજસિંહને જ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. પગમાં એક અને હાથમાં બે ફેક્ચર થયા હોવાનો દાવો કરાયો છે. બીજી તરફ દેવાયત ખવડ તરફથી અત્યાર સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી. આ ઘટનામાં ચિત્રોડ પાટિયા નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેની તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad Hit and Run : ઝાંસી BRTS પાસે 'હિટ એન્ડ રન' કેસના આરોપીનો કોર્ટ પરિસરમાં જ ટપલીદાવ!


