Dilip Kumar Birthday: પાંચ દાયકા સુધી રાજ કરનાર અભિનેતા,જાણો કેટલી ખાસ વાતો
- બોલિવૂડના અભિનેતા દિલીપ કુમારનો જન્મ દિવસ
- 11 ડિસેમ્બર 1922ના રોજ પેશાવરમાં થયો હતો
- દિલીપ કુમારનું 7 જુલાઈ 2021ના રોજ નિધન થયું હતું
Dilip Kumar Birthday: દિલીપ કુમાર હિન્દી સિનેમા(Hindi Cinema)ના તે સ્ટાર છે, જે આજે ભલે આ દુનિયામાં ન હોય પરંતુ તેમના પાત્રો દ્વારા તેઓ આજે પણ દર્શકો અને તેમના ચાહકોના દિલમાં જીવંત છે. દિલીપ કુમાર એવા કેટલાક સિતારાઓમાંના એક હતા જેમણે જીવતા દર્શકોને માત્ર દિવાના જ રાખ્યા ન હતા પરંતુ આ દુનિયા છોડીને પણ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી. આજે 11મી ડિસેમ્બરે દિલીપ કુમારની 102મી જન્મજયંતિ છે. ((Dilip Kumar Birthday) પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અભિનેતાએ ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મો આપી. દિલીપ કુમાર વિશે એક વાત જાણીતી હતી કે તેઓ હંમેશા એવી ફિલ્મો પસંદ કરતા હતા જે તેમની અભિનય ક્ષમતા સાથે ન્યાય કરી શકે. આજે દિલીપ કુમારની જન્મજયંતિ છે, આ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.
દિલીપ કુમારનો પરિવાર વર્ષ 1930માં મુંબઈમાં સ્થાયી થયો
દિલીપ કુમારનો પરિવાર વર્ષ 1930માં મુંબઈમાં સ્થાયી થયો હતો. દિલીપ કુમારના પિતા ફળ વેચતા હતા, વર્ષ 1940માં પિતા સાથે મતભેદ થતાં તેઓ પુણે આવી ગયા. અહીં દિલીપ કુમાર કેન્ટીનના માલિક તાજ મોહમ્મદને મળ્યા, જેમની મદદથી તેમણે આર્મી ક્લબમાં સેન્ડવીચ સ્ટોલ લગાવ્યો. કેન્ટીનમાંથી મળેલી કમાણી સાથે દિલીપ કુમાર મુંબઈમાં પોતાના પિતા પાસે પાછા આવ્યા અને કામ શોધવા લાગ્યા.
આ પણ વાંચો -Google પર આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મો અને વેબ સિરીઝની યાદી
દિલીપ કુમારે ફિલ્મ ‘જ્વાર ભટ્ટા’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી
સાહેબ બોમ્બે ટોકીઝના માલિક દેવિકા રાનીને મળ્યા. દિલીપ કુમારે ફિલ્મ ‘જ્વાર ભટ્ટા’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. દિલીપ સાહેબને 1949માં આવેલી ફિલ્મ ‘અંદાઝ’થી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં દિલીપ કુમાર સાથે રાજ કપૂર હતા. આ ફિલ્મ પછી, ‘દીદાર’ (1951) અને ‘દેવદાસ’ (1955) જેવી ફિલ્મોમાં તેમની કરુણ ભૂમિકાઓને કારણે તેઓ ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાયા.
આ પણ વાંચો -ફિલ્મમાં 14 વાર કિસ કરવી કે પછી સેક્સ સીન કરવાથી મને કંલક નથી લાગ્યું: Shahana Goswami
7 જુલાઈ 2021 દુનિયાને અલવિદા કહું હતું
તેમને 1983માં ફિલ્મ ‘શક્તિ 1968માં રામ ઔર શ્યામ, 1965માં લીડર, 1961માં કોહિનૂર,1958માં નયા દૌર, 1954માં દાગ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. દિલીપ કુમાર પર ફિલ્માવવામાં આવેલ ગીત ‘નૈના જબ લડી હેં તો ભૈયા મન મા કસક હોયબે કરી આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. દિલીપ કુમારના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે 11 ઓક્ટોબર, 1966ના રોજ તેમનાથી 22 વર્ષ નાની અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. દિલીપ સાહેબની તબિયત તેમના અંતિમ દિવસોમાં ખૂબ જ ખરાબ રહી હતી. આવી સ્થિતિમાં સાયરા બાનુ તેમની સંભાળ રાખતા હતા. દિલીપ સાહેબે 7 જુલાઈ 2021ના રોજ આ દુનિયાને અલવિદા કહેતા તેમના ચાહકો ઘેર શોકમાં ડૂબ્યા હતા.