Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિવાદીત વીડિયો બનાવનાર દિનેશ પ્રસાદ ગેં ગેં..ફેં ફેં.... ! કહ્યું...આસુરી શક્તિ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે 

અહેવાલ--દિનેશ મકવાણા, ભરુચ  સાળંગપુર (Salangpur)માં હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રોનો વિવાદ થયા બાદ સનાતન ધર્મ (sanatan dharm) ના સંતો મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાય (swaminarayan sampraday) ના કેટલાક સાધુ અને અનુયાયીઓ આમને સામને આવી ગયા છે. જો કે હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો...
વિવાદીત વીડિયો બનાવનાર દિનેશ પ્રસાદ ગેં ગેં  ફેં ફેં       કહ્યું   આસુરી શક્તિ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે 
Advertisement
અહેવાલ--દિનેશ મકવાણા, ભરુચ 
સાળંગપુર (Salangpur)માં હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રોનો વિવાદ થયા બાદ સનાતન ધર્મ (sanatan dharm) ના સંતો મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાય (swaminarayan sampraday) ના કેટલાક સાધુ અને અનુયાયીઓ આમને સામને આવી ગયા છે. જો કે હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો હટાવી લેવાયા છે પણ આ વિવાદ હજું પણ અટકવાનું નામ લઇ રહ્યો નથી. બીજી તરફ સોશિયલ મીડિયામાં ભરુચના કાવીમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે જેમાં તે સનાતન ધર્મ વિશે બફાટ કરી રહ્યો છે. હવે આપણે કોઇ દેવી દેવતા સાથે કોઇ સંબંધ રાખવાનો નથી તેવું તે કહી રહ્યો છે અને સાથે સાથે દેવી દેવતાઓને મંદિરોમાંથી બહાર કાઢવાના છે તેવું પણ જણાવી રહ્યો છે. જો કે ગુજરાત ફર્સ્ટ જ્યારે તેની સમક્ષ પહોંચ્યું ત્યારે તેણે કહ્યું કે આસુરી શક્તિઓ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે અને તેમ કહી તેણે માફી માગી હતી.
દિનેશ પ્રસાદનો વિવાદાસ્પદ વીડિયો
ભરુચના કાવીમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે વિવાદાસ્પદ છે. આ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ જણાવે છે કે સનાતનના દેવી દેવતાઓને આપણે મંદિરમાંથી કાઢવાના છે. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે અને સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મથી નારાજ થઇ ગયા છે. આપણે હવે કોઇ દેવી દેવતા સાથે કોઇ લેવા દેવા નથી. તે વીડિયોમાં એમ પણ કહી રહ્યો છે કે બીજા ધર્મના લોકો મને ફોન કરીને મારી પાસે આવે, તેમનો રોગ અને દુખ ભગવાન કાઢી આપશે પણ સનાતનવાળાઓએ મારી પાસે આવવાનું નથી અને મારી બાજુ ફરકવાનું નથી.
ગેં ગેં ફેં ફેં થઇ ગયો 
ઢોંગી દિનેશ પટેલનો આ વીડિયો વાયરલ થયા બાદ ગુજરાત ફર્સ્ટની ટીમ તેની પાસે પહોંચી ત્યારે તે ગેં ગેં ફેં ફેં થઇ ગયો હતો. તેણે કહ્યું કે આસુરી શક્તિઓ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે. તેના શરીરમાં સંખ્યાબંધ આત્મા હોવાનું તેણે રટણ કર્યું હતું. આસુરી શક્તિએ બફાટ કરાવ્યો છે તેમ કહી તેણે ગુજરાત ફર્સ્ટ સમક્ષ માફી માગી હતી.
દિનેશ પટેલે કરેલા બફાટથી ભારે રોષ
જો કે મોટી મોટી વાતો કરતા દિનેશ પટેલને કોઇ સંતાન ના હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું અને આ મામલે તેણે કહ્યું કે સંતાન પ્રાપ્તિ ના થવા પાછળ પણ ભગવાને કંઇક કરેલું છે. કાવીના જૈન દેરાસરની બાજુમાં રહેતા દિનેશ પટેલે કરેલા બફાટથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Tags :
Advertisement

.

×