Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકી સામેની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા!
- સુરતમાં BJP મહિલા મોરચા વોર્ડ પ્રમુખનાં આપઘાતનો મામલો
- કોર્પોરેટર ચિરાગ સાથેની બોલાચાલીમાં આપઘાત કર્યાની આશંકા
- આપઘાત કર્યાની ખબર પડતા જ ચિરાગ ગ્લોવ્ઝ પહેરીને દીપિકાનાં ઘરે પહોંચ્યો હતો!
સુરતમાં (Surat) BJP મહિલા મોરચા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલ આપઘાત કેસમાં (Dipika Patel Suicide Case) ચોંકાવનારા ખુલાસો થયો છે. કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથેની બોલાચાલીમાં દીપિકાએ આપઘાત કર્યો હોવાની પોલીસને આશંકા છે. એવું પણ સામે આવ્યું છે કે આપઘાત કર્યાની ખબર પડતા જ ચિરાગ સોલંકી ગ્લોવ્ઝ પહેરીને દીપિકાનાં ઘરે પહોંચ્યો હતો અને લાશ સિવિલ લાવે તે પહેલા તેણે ગ્લોવ્ઝ કાઢીને ફેંકી દીધા હતા. હાલ, પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.
કોર્પોરેટર ચિરાગ પટેલ પર શંકા, તપાસ તેજ
સુરતમાં (Surat) BJP મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. દીપિકા પટેલની આત્મહત્યાનું (Dipika Patel Suicide Case) કારણ હાલ પણ અકબંધ છે, પરંતુ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. દીપિકાનાં નજીકના સંબંધીઓએ હત્યાનો આક્ષેપ કર્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી (Chirag Solanki) સામે ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે, આત્મહત્યા કરતા પહેલા દીપિકાએ છેલ્લો ફોન ચિરાગને કર્યો હોવાનું અને ઘટના દરમિયાન ચિરાગ સોલંકીને મૃતક દીપિકા પટેલનાં ઘરે જતાંનાં CCTV ફૂટેજ સામે આવતા પોલીસે ચિરાગ સોલંકી સામે તપાસ તેજ કરી તેની પૂછપરછ આદરી હતી.
આ પણ વાંચો - Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકીની કલાકો સુધી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થવાની વકી
ચિરાગ સાથેની બોલાચાલીમાં દીપિકાએ આપઘાત કર્યો હોવાની આશંકા
માહિતી અનુસાર, અત્યાર સુધીની તપાસનાં આધારે પોલીસને (Surat Police) આશંકા છે કે કોર્પોરેટર ચિરાગ સાથેની બોલાચાલીમાં દીપિકાએ આપઘાત કર્યો હશે. કારણ કે, આપઘાત કર્યાની ખબર પડતા જ ચિરાગ ગ્લોવ્ઝ પહેરીને દીપિકાનાં ઘરે પહોંચ્યો હતો અને લાશ સિવિલ લાવે તે પહેલા ગ્લોવ્ઝ કાઢીને ફેંકી દીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જણાવી દઈએ કે, ઘટનાનાં પહેલા દિવસથી જ ચિરાગની વર્તણૂંક પર પોલીસને શંકા છે. કોળી સમાજનાં આગેવાનો દ્વારા પણ ચિરાગ સામે તપાસની માગ કરાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, દીપિકાએ આપઘાત પહેલા છેલ્લો કોલ ચિરાગને કર્યો હતો અને કહ્યું હતું કે, 'હું આપઘાત કરું છું...' ત્યાર બાદ ગણતરીની મિનિટોમાં જ ચિરાગ તેણીનાં ઘરે પહોંચ્યો હતો. આથી, ચિરાગ સોંલકી જ દીપિકાનાં આપઘાતનું કારણ હોવાનું પોલીસને શંકા છે.
આ પણ વાંચો - Surat : BJP મહિલા નેતાનો આપઘાત કેસ, PM રિપોર્ટમાં થયો આ મોટો ઘટસ્ફોટ!
મૃતક દીપિકા પટેલ અને ચિરાગ સોલંકીનાં મોબાઈલ FSL મોકલાયા
આ કેસની તપાસમાં મૃતક દીપિકા પટેલ અને કોર્પોરેટર ચિરાગ સોલંકીનાં મોબાઇલ કોલ્સ અને ચેટની તપાસ આદરી છે. બંનેનાં ફોન ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. આથી, બંનેનાં મોબાઈલ કોલ્સ, ડેટા અને ચેટ ઘટના પરથી પડદો પાડી શકે છે. જણાવી દઈએ કે, ગત રવિવારના રોજ બપોરનાં સમય દરમિયાન દીપિકા પટેલે પોતાનાં ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત (Dipika Patel Suicide Case) કર્યો હતો. આ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Surat: અડાજણમાં સીટી બસ ડ્રાઈવરે મહિલાને લીધી અડફેટે, ઘટના સ્થળ પર થયું મોત


