Diu : સસ્પેન્ડેડ પોલીસકર્મીની શર્મનાક કરતૂત, યુવતીનો પીછો કરી કારમાં ખેંચી અને પછી..!
- Diu માં સસ્પેન્ડેડ પોલીસકર્મીની નિમ્ન કરતૂતથી હડકંપ!
- સસ્પેન્ડેડ હાર્દિક મોરી સામે છેડતીનો આરોપ લાગ્યો
- નશાની હાલતમાં યુવતીની છેડતી કરી હોવાની આશંકા
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં (Diu) સસ્પેન્ડેડ પોલીસકર્મીની નિમ્ન કરતૂતથી હડકંપ મચી જવા પામ્યો છે. આરોપ છે કે સસ્પેન્ડેડ પોલીસકર્મીએ નશાની હાલતમાં એક યુવતીની છેડતીની કોશિશ કરી હતી. સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત અન્ય બે લોકોએ પીછો કરી કારમાં ખેંચી શારીરિક અડપલાં કરવાની કોશિશ કરી હોવાનો ગંભીર આરોપ યુવતીએ કર્યો છે. જો કે, ઘટના સમયે લોકો આવી જતાં યુવતીનો બચાવ થયો હતો અને લોકોએ આરોપીઓને બરોબરનો મેથીપાક આપ્યો હતો.
આ પણ વાંચો - BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના હસ્તે મોંઘીદાટ કાર લેતા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો Video વાઇરલ
પીછો કરીને કારમાં ખેંચી, ત્યાર બાદ અડપલાંની કોશિશ કરી હોવાનો આરોપ
દીવમાં (Diu) 'રક્ષક જ ભક્ષક' બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત કુલ 3 લોકો સામે યુવતીએ છેડતીના પ્રયાસનો ગંભીર આરોપ (Suspended Policeman Molest a Girl) લગાવ્યો છે. યુવતીનાં આરોપ મુજબ, દીવનાં ઘોઘલા ITI થી ચેકપોસ્ટ સુધી સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના મિત્રોએ કારથી યુવતીનો પીછો કર્યો હતો. ત્યાર બાદ કારમાં યુવતીને ખેંચી તેણીની સાથે શારીરિક અડપલાં કરવાની કોશિશ કરી હતી. જો કે, યુવતીએ બૂમાબૂમ કરતા કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીને બચાવી હતી.
આ પણ વાંચો - Banaskantha : વાવ વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ BJP નાં સ્વરૂપજી ઠાકોર આજે લેશે શપથ
યુવતીએ બૂમાબૂમ કરતા લોકો આવ્યા, યુવતીનો બચાવ થયો
યુવતીની છેડતી કરવાની કોશિશ કરતા સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના મિત્રોને લોકોએ બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. આરોપ અનુસાર, ઘટના સમયે સસ્પેન્ડેડ પોલીસકર્મી નશાની હાલતમાં હતો. સસ્પેન્ડેડ પોલીસકર્મીની ઓળખ હાર્દિક મોરી (Hardik Mori) તરીકે સામે આવી છે. આ ઘટના બાદ સવાલ થઈ રહ્યા છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો સમાન્ય નાગરિકોનું શું થશે ? નાગરિકોને રક્ષણ કોણ આપશે ? લોકો ન્યાય માટે કોની પાસે આશા રાખશે. આ મામલે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, આ મહત્ત્વનાં મુદ્દાઓની થશે સમીક્ષા