દિવાળીમાં દીવા પ્રગટાવતા પહેલા આટલું ખાસ કરો, નહીં તો મહેનત વધી જશે
- દીવા પ્રગટાવતા પહેલા તેને પાણીમાં ઢાંકી રાખવા જરૂરી
- દીવા પાણી શોષી લે તો તેલ છોડવામાંથી મુક્તિ મળશે
- આટલું કરવાથી તમારે ત્યાં ડાઘા પડવામાંથી છુટકારો મળશે
Diwali Diya Tricks And Tips : પ્રકાશ પર્વ ગણાતા દિવાળી હવે માત્ર થોડાક જ દિવસો દૂર છે. પર્વની ઉજવણીમાં દેશ અને દુનિયામાં રહેતા ભારતીયો તેલના દીવા સહિત વિવિધ પ્રકારના દીવા પ્રગટાવે છે. જો કે, ક્યારેક આ દિવાની યોગ્ય જાળવણી કરવામાં ના આવી હોય તો તેમાંથી તેલ ટપકી શકે છે, જો દીવામાંથી તેલ ટપકતું હોય, તો તે આખા ઘર અને આંગણામાં ડાઘ છોડી શકે છે. અને તે ફ્લોરને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેલના લીકેજને રોકવા માટે અહીં કેટલાક સરળ પગલાં આપ્યા છે. આ તમારા ઘરને સુરક્ષિત રાખશે અને તમારા દીવા લાંબા સમય સુધી ચાલુ રહેશે.
તેલના ડાઘા છુટી જવાની શક્યતાઓ ઓછી થશે
દિવાળી પર ઘણીવાર દીવાઓમાંથી તેલ ટપકતું હોય છે, જેનાથી ઘર અને આંગણામાં તેલના ડાઘ પડી જાય છે. આને રોકવા માટે, બજારમાંથી ખરીદેલા માટીના દીવાઓને 5 થી 6 કલાક પાણીમાં પલાળી રાખો. આ માટીના દીવાઓને તેલ શોષી લેતા અટકાવે છે. પાણીમાં પલાળીને પછી દીવાઓને સૂકવવા દો અને પછી તેનો ઉપયોગ કરો. આમ કરવાથી તેલના ડાઘા છુટી જવાની શક્યતાઓ ઓછી થશે, અને દિવાળીના તહેવારોમાં તમારા માથે વધારાની સાફ-સફાઇનું કામ આવતા અટકી જશે.
દીવાની સુંદર બનાવવાની સાથે બીજી રીતે પણ મદદરૂપ થશે
જો તમે ઈચ્છો તો, માટીના દીવાઓને થોડા કલાકો સુધી પાણીમાં પલાળીને સ્વચ્છ કપડાથી ઢાંકી દો. આનાથી ખાતરી થશે કે દીવા તેલ શોષી ના લે. તમે ખરીદેલા દીવાઓની અંદર અને બહાર બંને બાજુ રંગ કરો. તમે દીવાની સુંદરતા વધારવા માટે કલાત્મક રંગનો ઉપયોગ કરી શકો છો. તમે દીવાને તમને ગમે તે રંગથી સજાવી શકો છો. આ ફક્ત તેને સુંદર બનાવશે જ નહીં પણ તેલ ટપકતું પણ અટકાવશે.
આ પણ વાંચો ----- દિવાળી પર રંગોળી મિનિટોમાં બની જશે, માર્કેટમાં મેજીક રંગોલીની ધૂમ મચી