21 રૂપિયામાં મેળવો નવાનક્કોર Probuds, આ રીતે Flash Sale માં જોડાઓ
- દિવાળીમાં ગ્રાહકોને આકર્ષવા વધુ એક કંપની ફ્લેશ સેલ લાવી
- મૂહુર્ત ટ્રેડિંગ ડે પર સેલમાં ભાગ લઇ શકાશે
- વહેલા તે પહેલા ધોરણો ઇનામની વહેંચણી કરવામાં આવશે
Probuds Mega Flash Sale : લાવાની ઓડિયો બ્રાન્ડ Probuds એ Probuds Aria 911 Mega Flash Sale ની જાહેરાત કરી છે. આ સેલ 21 ઓક્ટોબરથી શરૂ થશે. ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે, કંપની વાયરલેસ ઇયરબડ્સ માટે 30-દિવસનો ટ્રાયલ પ્રોગ્રામ ઓફર કરી રહી છે. આ મર્યાદિત સમયની ઓફર હેઠળ, પ્રથમ 100 ગ્રાહકોને આ ઇયરબડ્સ ખાસ કિંમતે ખરીદવાની તક મળશે. તેની સાથે તહેવારો માટેનું ખાસ ડિસ્કાઉન્ટ તો ખરૂં જ.
View this post on Instagram
ઇયરબડ્સ રૂ. 21 માં આ રીતે મળશે
Probuds એ ‘Diwali Zero-Risk Muhurat Sale’ નામની એક ખાસ ઝુંબેશની જાહેરાત કરી છે, જેનો કંપનીનો દાવો છે કે, તે ગ્રાહકોને એક અનોખો, જોખમ-મુક્ત ખરીદીનો અનુભવ આપશે. આ સેલ 21 ઓક્ટોબરના રોજ બપોરે 1:15 વાગ્યે શરૂ થશે. 'મુહૂર્ત ટ્રેડિંગ ડે' પર યોજાનારી આ ઓફર ગ્રાહકોને રૂ. 21 ની વિશિષ્ટ કિંમતે પ્રોબડ્સ એરિયા 911 ખરીદવાની તક આપશે. જો કે, ધ્યાનમાં રાખો કે કંપનીએ ખરીદી માટે ફક્ત 100 યુનિટ ઉપલબ્ધ કરાવ્યા છે. આ ફ્લેશ સેલ પહેલા આવો, પહેલા મેળવો ધોરણે હશે. ઇયરબડ્સ એમેઝોન ઇન્ડિયા અને lavamobiles.com પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
પસંદ ના આવે તો પરત કરો
કંપની 30-દિવસનો ટ્રાયલ પ્રોગ્રામ પણ ઓફર કરી રહી છે. આ પ્રોગ્રામ દ્વારા, ગ્રાહકો એક મહિના માટે તેમના ખરીદેલા ઉત્પાદનોનો અનુભવ કરી શકે છે. જો તેમને ઉત્પાદન પસંદ ના આવે, તો તેઓ ઘરઆંગણે પરત કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. કંપની ઉત્પાદન પરત કર્યા પછી સંપૂર્ણ રકમ પરત કરશે. નોંધનીય છે કે 'Money Back Challenge' બધા પ્રોબડ્સ ઓડિયો ઉપકરણો (વાયર્ડ ઇયરફોન સિવાય) પર લાગુ પડે છે.
કુલ 110 વિજેતાને લાભ મળશે
Probuds Mega Diwali Contest અંતર્ગત યુઝર્સ ‘Muhurat Trading’ બેનરનો સ્ક્રીનશોટ લઈ શકે છે અને #ReturnWaliDiwali નો ઉપયોગ કરીને તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકે છે. પોસ્ટમાં @prozone_in ના સત્તાવાર એકાઉન્ટનો ઉપયોગ કરો. આ સ્પર્ધા 16 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે, અને વિજેતાઓની જાહેરાત 22 ઓક્ટોબરે કરવામાં આવશે. આ સ્પર્ધામાં કુલ ૧૧૦ વિજેતાઓ હશે, જેમાં ૧૦૦ લોકોને Probuds E1 જીતવાની તક મળશે, જ્યારે પાંચ વિજેતાઓને Probuds Aria 911 અને Probuds Wave 921 મળશે.
આ પણ વાંચો ---- Elon Muskની Starlinkથી બદલાશે ભારતનું ઈન્ટરનેટ ફ્યૂચર; કિંમત અને સ્પીડ કેટલી હશે?


