Diwali : ફટાકડા વિષે આપ શું જાણો છો ?
Diwali : ફટાકડા/ફટાકે / પટાખે/Fireworks આ બધા શબ્દો સંસ્કૃતનાં ફોટનાં અપભ્રંશ રૂપ છે. અર્થ burst આ સિવાય પટતિ પાટયતિ/તે, પાત્યતિ/તે સ્ફોટ સ્ફુટ જેવાં અનેક શબ્દ છે.કુલ ૫૦ આસપાસ તો હશે જ.
ઈસ પૂર્વે ૧૫૦૦ થી ૧૬૦૦ આસપાસ લખાયેલ કૌટિલ્યનાં અર્થ શાસ્ત્રમાં પોટાશ KNO3 અને ગન પાવડરની વિસ્તાર પૂર્વક વ્યાખ્યા છે. પોટાશને સોલ્ટપીટ્ર પણ કહે છે, જે ફૂડ, સુપ, વિવિધ માંસને પકાવવામાં પણ ઉપયોગમાં લેવાય છે. અર્થશાસ્ત્રમાં આ પોટાશને અગ્નિચૂર્ણ કહ્યું છે.
છઠી સદીમાં થયેલા કશ્મીરનાં કવિ કલ્હણનાં નીલમત્ પુરાણમાં, ગનપાવડર, પોટાશ જેવા વિવિધ પદાર્થોની બનતાં ફટાકડા તથા દીપાવલીનાં તહેવારનો ઉલ્લેખ છે, તેમાં લખવાંમાં આવ્યું છે, મૃત પૂર્વજોને માર્ગ બતાવવા માટે કાર્તિકા (દિવાળી)ના ૧૪/૧૫ માં દિવસે ફટાકડા પ્રગટાવવા જોઈએ. આમ, દીવાળીથી ૧૫ દિવસ સુધી આકાશ ઝળહળતું રહેતું હતું.
Diwali- યુવન/યુઆન (અગ્નિ દક્ષિણ ચીન-યવન) પ્રદેશનાં લેખકો શું કહે છે?
વેકી, બ્ર્રીટાનિકા તથા બ્રીટીશ ઈતિહાસખોરોએ જેને ફટકાડાની જનેતા કહી તે યુવન/યુઆન (અગ્નિ દક્ષિણ ચીન-યવન) પ્રદેશનાં લેખકો શું કહે છે, એ જોઈ લઈએ 700 CE:
A Chinese text from 1300 years ago says that people of north-west India were aware of the existence of saltpeter, and used it to produce “purple flames”. This would indicate that the flames were produced for aesthetic purposes rather than military, which were the early precursor to modern fireworks.
૧૩મી સદીમાં ભારત આવેલ ઈટાલીયન પ્રવાસી Ludovico di Varthema તેના પુસ્તક ટ્રાવેલમાં લખે છે, (ઈંગ્લીશ આવૃતિ આર્ગોનૌટ પ્રેસ લંડન ૧૯૨૮)
ડીescribing the city of Vijaynagar and its elephants: “But if at any time they (elephants) are bent on flight it is impossible to restrain them; for this race of people are great masters of making fireworks and these animals have a great dread of fire…”
Diwali : હિંદુઓ બીજાને ફટાકડા/ગોળા(નફત) કેમ બનાવવાં તે શીખડાવતાં હતા
અંગ્રેજો/ સરકારી ઈતિહાસ અનુસાર ૧૫મી સદીમાં રચાયેલ ગ્રંથ કૌતુકચિંતામણિમાં પણ ફટાકડા અને ફુલજર, રોકેટ ચક્રીનો ઉલ્લેખ ફોર્મુલા સાથે છે. પ્રાચીનતા લેખન શૈલીના આધારે ફટાકડા ઈસા પૂર્વે પણ ફટાકડા હતા. માનવી પડે. ગ્રંથ મહાકાલમતમાં વિવિધ પ્રકારનાં ઈંદ્રજાલ અને ફટાકડાઑનો ઉલ્લેખ છે, આ ગ્રંથમાં લેખકનું નામ નથી. મૈસુર રાજા કૃષ્ણરાજ ઓડેયરુ જ્યાં હૈદર અલી અને ટીપુ કામ કરતાં હતાં, આ વિજયનગર સામ્રાજયથી પ્રાચીન મનાય છે, આ ઓડેયરુ વંશ પણ ફટાકડા, તોપ ગોળા, અગ્નિબાણમાં માહેર હતો.
હિંદુઓ બીજાને ફટાકડા/ગોળા(નફત) કેમ બનાવવાં તે શીખડાવતાં હતા
૧૨મી સદીમાં ઈરાની સાદી શીરાઝે રચેલ કાવ્ય ગ્રંથ ગુલીસ્તાનમાં પાનાં નં, ૧૧૩માં, ૭માં પ્રકરણમાં તેરમી વાર્તામાં લખે છે, કે. અનુવાદક લેખક ફ્રાંસિસ ગ્લાડવીન આ પુસ્ત ક ૧૮૯૪માં મુંબઈ ખાતે છપાયું હતું.
૧૫મી સદીમાં થયેલ પોર્તુગીસ દુરાતે બાર્બોસા લખે છે, કે ગુજરાતી વિવાહમાં, ગીત સંગીત, નૃત્યુ કરતાં હતાં રોકેટ, બોંબ ફોડતાં હતાં, આ પ્રકારે વિવાહ ઉજવતાં હતાં.
મરાઠી કવિ સંત એકનાથ રચિત રુક્ષ્મણિ સ્વયંવરમાં વિવિધ પ્રકારનાં ફટાકડાનો ઉલ્લેખ છે, જે કૌતુક ચિંતામણિ અને મહાકાલમતમાં દર્શાવ્યાં છે. અગ્નિયંત્ર, હવઈ, સુમનમાલા, છછુંદરી, ભૂઈનળા, હાતનળા, બાણ, ચંદ્ર જ્યોતિ.
હવાયા, બાણ, નળે, (નાળ) ચંદ્ર જ્યોતિ નક્ષત્રમાળા, ચિંચુદ્રયા (છછુંદરી) ફુલવાજા(પુષ્પવર્તિ) ...
રામદાસાચે સમગ્ર ગ્રંથમાં નિત્યનૈમિત્તિક વિધી સંગ્રહ સોપાન માનસપૂજા(મનાચે શ્લોક) પ્રકરણ ૧૩ માં વિવિધ ફટકાડા કે ગોળાઓનો ઉલ્લેખ છે. સંત રામદાસ શિવાજીને છાત્ર ધર્મ અંગે પરામર્શ આપે છે, તેમાં, ભાંડ્યાચા ગલોલા (તોપ). આ સિવાય તેનાં ગ્રંથમાં, હવાયા, બાણ, નળે, (નાળ) ચંદ્ર જ્યોતિ નક્ષત્રમાળા, ચિંચુદ્રયા (છછુંદરી) ફુલવાજા(પુષ્પવર્તિ) ... મરાઠી ઈતિહાસ અને સાહિત્યમાં વિવિધ શસ્ત્રો, અને દારુગોળાઓનો ભરપૂર ઉલ્લેખ છે. તેમ દીપાવલી નિમિતે ઘરે ફટાકડા બનાવવા રીતનું મરાઠી પુસ્તક અગ્નિક્રિડા લેખક લક્ષ્મણ પામજી ખોપકર, જેમાં વિવિધ ફટાકડાં બનાવવાંની રીત આપેલ છે.
કૌતુક ચિંતામણિ એવમ મહાકાલમતમાં કુલ દસ પ્રકારનાં ફટાકડાનું વર્ણન અને ફોર્મુલા છે, જેમાં જાંબલી રંગ થી લઈને વિવિધ રંગોનાં ફટાકડા આકાશને ઝળહળ કરી દેતાં હતાં. તેને બનાવવાંમાં કુલ ૨૫ થી અધિક પદાર્થોનો ઉલ્લેખ અને ફોર્મુલા છે. ૨૫ પદાર્થ આ મુજબ છે.
ફટાકડાનાં ઘટક પદાર્થો
(૧) ગંધક, (૨) યવક્ષાર (પોટાશ) (૩) અંગાર(કોલસો) (૪) તિક્ષ્ણસ્ય લોહચૂર્ણ (૫) લોહચૂર્ણ (૬) તામ્રોમ્દ્રવં જાંગલાખ્યં દ્વવં મરકતછવિ લીલા રંગ માટે તામ્રનો કોઈ ક્ષાર અહિં વપરાતો હતો. (૭) તાલકં યેલો ઓપ્રીમેંટ. (૮) યાવાન્યાગૈરિક- ગૈરિક ( ૯ ) ખાદિર દારુ ખદીરનું લાકડું. (૧૦) નાલક , નાલ વાંસની નળી કે ટૂકડા. શસ્ત્ર માટે ધાતુનાં ધારદાર ટુકડા નાળ રૂપે કંપોઝ કરવાંમાં આવતાં હતાં. (૧૧) વર્તિકા (૧૨) પંચ ક્ષાર (૧૩) તિક્ષ્ણ લોહ (૧૪) વેણુનાલ વાંસની નળી. (૧૫) ચિન્નુકાત્રય (૧૬) એરંડ્બીજમજ્જા (૧૭) સૂતં પારો, ક્વીકસિલ્વર (૧૮) વંશનાલ (૧૯) નાગ = લીડ-સીસુ (૨૦) અર્કાંગાર અર્કનાં કોલસા (૨૧) ગોમુત્ર (૨૨) હિંગુળ (૨૩) હરિતાલ (૨૪)અન્નપિષ્ટ (૨૫) હરિતારક.
પૌરાણિક કાળમાં પણ Diwali ફટાકડાઓના ધડાક ધુમથી જ ઉજવાતી.
આ પણ વાંચો : Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ મામલે મોટા સમાચાર


