Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 મૃતકોના DNA મેચ

અત્યાર સુધીમાં 220 મૃતકોના DNA મેચ થયા જેમાં DNA મેચ બાદ 202 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા
ahmedabad plane crash  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 મૃતકોના dna મેચ
Advertisement
  • DNA મેચ બાદ 202 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા
  • 151 ભારતીય, 7 પોર્ટુગીઝ, 34 બ્રિટિશ, 1 કેનેડિયન, 9 અન્ય મૃતદેહ સોંપાયા
  • હવાઈ માર્ગે 15 મૃતદેહ, એમ્બ્યુલન્સ મારફતે 187 મૃતદેહ સોંપાયા

Ahmedabad plane crash:  અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 220 મૃતકોના DNA મેચ થયા છે. જેમાં DNA મેચ બાદ 202 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તેમાં 168 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 11 નોન-પેસેન્જર એટલે કે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. હવાઈ માર્ગે 15 મૃતદેહ, એમ્બ્યુલન્સ મારફતે 189 મૃતદેહ સોંપાયા છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આ માહિતી આપી છે.

220 સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 20 જૂનના રોજ સવારે 11:50 વાગ્યા સુધીમાં 223 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 220 સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાંથી 202 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા (૨)બે વ્યક્તિનું નિધન થતા તેમના મૃતદેહ પણ પરિજનોને સોંપવામાં આવ્યા છે. આમ, કુલ 204 મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે.

Advertisement

223 મૃતકો કે જેમના DNA મેચ થયા છે

વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 223 મૃતકો કે જેમના DNA મેચ થયા છે તેમાં 168 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 11 નોન-પેસેન્જર એટલે કે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 189 જેટલા પાર્થિવ દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા. જે 204 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાંથી 7 ઉદયપુર, વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 58, મહેસાણા 6, બોટાદના 1 જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 21, ભરૂચ 7, સુરત 11, પાલનપુર 1, ગાંધીનગર 6, મહારાષ્ટ્ર 2, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, પટના 1, રાજકોટ 3, મુંબઈ 9, નડિયાદ 1, જામનગર 2, પાટણ 2, દ્વારકા 2, સાબરકાંઠા 1, નાગાલેન્ડ 1, લંડનમાં 2 અને મોડાસામાં 1 મૃતદેહ મોકલવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Two Wheeler ABS Rule: ટુ-વ્હીલર 'સ્લીપ' થવાનો ડર દૂર થશે! સરકાર લાવી રહી છે નવો નિયમ

Tags :
Advertisement

.

×