Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં DNA ટેસ્ટની કામગીરી પુરજોશમાં, અત્યાર સુધી 9 લોકોના DNA ટેસ્ટ થયા મેચ

ahmedabad plane crash   પ્લેન ક્રેશ દુર્ઘટનામાં dna ટેસ્ટની કામગીરી પુરજોશમાં  અત્યાર સુધી 9 લોકોના dna ટેસ્ટ થયા મેચ
Advertisement

ગુરુવારે અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનની દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ડૂબાડી દીધો છે. લંડન જવા માટે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું, જેમાં 242 સવારોમાંથી 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ અને બે અનુભવી પાયલોટ સહિત 265 લોકોના મોત થયા, જેમાં નજીકની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા, જેઓ બિલ્ડિંગમાં ભોજન કરી રહ્યા હતા. આ ભયંકર દુર્ઘટનામાં મૃતદેહો એટલી હદે ક્ષતિગ્રસ્ત અને બળી ગયા હતા કે ઓળખ માટે DNA ટેસ્ટની જરૂર પડી રહી છે. આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે એક મુસાફર બચી ગયો, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ ઘટનાનું દ્રશ્ય એટલું ભયાવહ હતું કે તેનાથી સમગ્ર સમાજ હચમચી ગયો છે.

વિમાન દુર્ઘટનામાં નડીયાદ ફાયરબ્રિગેડે નિભાવી જવાબદારી

June 14, 2025 6:34 pm

Advertisement

નડીયાદ ફાયરબ્રિગેડે કરી પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ઘટનાને લઈ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે. ચારેય તરફ આગ અને વિમાનનો કાટમાળ હતો. કાટમાળ નીચે લોકોના મૃતદેહો દટાયા હતા. નડીયાદ ફાયરબ્રિગેડને 12 જૂને બપોરે 2:40એ કોલ મળ્યો હતો. ફાયરબ્રિગેડ 2:45 કલાકે અમદાવાદ માટે રવાના થઈ હતી. નડીયાદથી ઘટનાસ્થળે માત્ર 52 મિનિટમાં જ પહોંચ્યા હતા. 7 ફાયરના જવાનોની ટીમ સાથે રવાના થયા હતા. મોડીરાત સુધી નડીયાદ ફાયર બ્રિગેડે બચાવ કામગીરી કરી હતી.

Advertisement

ચાર ધામની યાત્રાએ આવેલ આણંદના દંપતીએ જીવ ગુમાવ્યો

June 14, 2025 6:28 pm

અશોકભાઈ અને શોભનાબેન પટેલ મૂળ મહેળાવના વતની, હાલ દંપતી બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા હતા. અશોકભાઈ યુકેમાં વકીલાતનો વ્યવસાય કરતા હતા. પત્ની શોભનાબેન નર્સિંગ તરીકે કામ કરતા હતા. પરિવારમાં 2 દીકરા છે જે લંડનથી ભારત આવવા નીકળ્યા

This Live Blog has Ended
Advertisement

.

×