ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી છેલ્લી ચેતવણી, 'શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે તો હમાસની બરબાદી'
- GazaPeacePlan: ટ્રમ્પે આતંકવાદી સંગઠન હમાસને છેલ્લી ચેતવણી આપી
- હમાસ ગાઝામાં સત્તા છોડવાનો ઇનકાર કરશે તો પરિણામ ભોગવવું પડશે
- શાંતિ પ્રસ્તાવ સ્વીકારવો જપડશે નહીંતર હમાસની તબાહી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી સંગઠન હમાસને છેલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો હમાસ ગાઝામાં સત્તા છોડવાનો ઇનકાર કરશે અને અમેરિકાના શાંતિ પ્રસ્તાવને સ્વીકાર નહીં કરે, તો તેને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે. ટ્રમ્પે હમાસને આ ગાઝા પીસ પ્લાન રવિવાર સાંજે ૬ વાગ્યા અમેરિકી સમય મુજબ સુધીમાં સ્વીકારવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું. શુક્રવારે તેમણે ચેતવ્યા હતા કે જો સમજૂતી નહીં થાય તો હમાસમાં તબાહીનું મંજર જોવા મળશે.
GazaPeacePlan: ટ્રમ્પે આતંકવાદી સંગઠન હમાસને છેલ્લી ચેતવણી આપી
નોંધનીય છે કે ટ્રમ્પે શનિવારે એક ઇન્ટરવ્યૂમાં પુષ્ટિ કરી હતી કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગાઝામાં બોમ્બમારો રોકવા અને અમેરિકાની શાંતિ યોજનાને સમર્થન આપવા માટે તૈયાર છે. રવિવારે પ્રસારિત થયેલા આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે તેમને જલ્દી જ ખબર પડી જશે કે હમાસ ખરેખર શાંતિ માટે પ્રતિબદ્ધ છે કે નહીં.
GazaPeacePlan: શાંતિ પ્રસ્તાવ
ટ્રમ્પે રજૂ કરેલા ૨૦ સૂત્રીય શાંતિ પ્રસ્તાવમાં તાત્કાલિક લડાઈ બંધ કરવા સાથે ગાઝાના યુદ્ધ પછીના વહીવટ (પોસ્ટ-વૉર એડમિનિસ્ટ્રેશન)નું માળખું પણ જણાવ્યું છે. વ્હાઇટ હાઉસે આ યોજનાને સંઘર્ષ સમાપ્ત કરવા અને આ ક્ષેત્રના ભવિષ્યના વહીવટ માટેનો બ્લૂપ્રિન્ટ ગણાવ્યો છે. ટ્રમ્પના પ્રસ્તાવ મુજબ, એક અસ્થાયી ગવર્નિંગ બોર્ડ બનાવવામાં આવશે, જેના અધ્યક્ષ ટ્રમ્પ પોતે અથવા પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેયર જેવા વ્યક્તિઓ હોઈ શકે છે. પ્લાનમાં એ પણ સ્પષ્ટ છે કે ગાઝાના લોકોને બળજબરીપૂર્વક દૂર કરવામાં આવશે નહીં. જો બંને પક્ષો (ઇઝરાયેલ અને હમાસ) શરતો માન્ય રાખે, તો યુદ્ધ તત્કાળ બંધ થઈ જશે.
યુદ્ધ હજી પૂરું નથી થયું
અહેવાલ મુજબ, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રવિવારે કહ્યું કે ગાઝા યુદ્ધ હજી સમાપ્ત થયું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે હમાસ દ્વારા બંધકોની રિલીઝ માત્ર પહેલો તબક્કો છે, અને આગળની વ્યવસ્થાઓ પર હજી પણ કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: અમેરિકાએ દાઢી પર લગાવ્યા પ્રતિબંધ, હવે શિખ-મુસ્લિમ સૈનિકોનું શું થશે?


