Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપ્યું અલ્ટીમેટમ, 3-4 દિવસ છે તમારી પાસે નહીંતર ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહો!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  એક મહત્ત્વનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેને ઇઝરાયેલના વડા પ્રધાન બન્યામિન નેતન્યાહૂએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપ્યું અલ્ટીમેટમ  3 4 દિવસ છે તમારી પાસે નહીંતર ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહો
Advertisement
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Hamas  ને આપ્યું અલ્ટીમેટમ
  • આ પ્રસ્તાવ પર  હમાસની પ્રતિક્રિયા આવવાની બાકી છે
  • ટ્રમ્પે 3-4 દિવસનો પ્રસ્તાવ માટે સમય આપ્યો છે.

ગાઝા સંઘર્ષના સમાપન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક મહત્ત્વનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે.  જેને ઇઝરાયેલના વડા પ્રધાન બન્યામિન નેતન્યાહૂએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હવે આ પ્રસ્તાવ પર  આતંકવાદી સંગઠન હમાસ ( Hamas )ની પ્રતિક્રિયા આવવાની બાકી છે. આ દરમિયાન, ટ્રમ્પે હમાસને આ પ્રસ્તાવનો જવાબ આપવા માટે કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હમાસ પાસે શાંતિ યોજના પર વિચાર કરીને જવાબ આપવા માટે માત્ર 3 થી 4 દિવસનો સમય છે, અને જો તે આ યોજના સ્વીકાર નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહો.

ટ્રમ્પે Hamas ને આપ્યું અલ્ટીમેટમ

નોંધનીય છે કે આ 20-સૂત્રીય પ્રસ્તાવનો મુખ્ય હેતુ ગાઝામાં સ્થાયી યુદ્ધવિરામ લાવવાનો અને માનવીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ હમાસ સમક્ષ કેટલીક મુખ્ય શરતો મૂકવામાં આવી છે.હમાસે તાત્કાલિક અને સંપૂર્ણપણે હથિયારો છોડવા પડશે. આ સાથે બંધકોની મુક્તિ પ્રસ્તાવ અનુસાર રહેશે. આ ઉપરાંત હમાસે 72 કલાકની અંદર તેના કબજામાં રહેલા તમામ બંધકોને મુક્ત કરવા પડશે. આ મામલે હજુસુધી હમાસની પ્રતિક્રિયા આવી નથી.

Advertisement

આ પ્રસ્તાવ પર  Hamas  ની પ્રતિક્રિયા આવવાની બાકી

ઉલ્લેખનીય છે કે આ શરતોના બદલામાં પ્રસ્તાવમાં યુદ્ધવિરામ ગાઝા માટે માનવીય સહાય અને પ્રદેશના પુનર્નિર્માણનું વચન આપવામાં આવ્યું છે. જોકે, આ યોજનામાં હાલમાં પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના અંગે કોઈ સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી નથી. આ પ્રસ્તાવમાં હમાસ દ્વારા હથિયારો છોડ્યા પછી ગાઝામાંથી ઈઝરાયેલની ધીમે ધીમે પીછેહઠ પણ સામેલ છે.આ પ્રસ્તાવ પર કોઇ પ્રતિક્રિયા હમાસે આપી નથી.

Advertisement

ટ્રમ્પે  Hamas ને આપી ચેતવણી

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના પર અરબ દેશો, મુસ્લિમ દેશો અને ઇઝરાયેલ સહિતના તમામ મુખ્ય પક્ષોએ પહેલેથી જ સંમતિ આપી દીધી છે. તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું, "હવે બસ હમાસ પર નિર્ભર છે. જો તેમણે યોજનાને ન માની, તો તેનો બહુ દુઃખદ અંત થશે." ટ્રમ્પનું આ અલ્ટીમેટમ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટેની છેલ્લી તક હોઈ શકે છે.

આ પણ વાંચો:  પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આત્મઘાતી હુમલો થતા 10 લોકોના મોત, 32થી વધુ ઘાયલ

Tags :
Advertisement

.

×