જતા જતા Biden એ ટ્રમ્પને કહી દીધી આ વાત જેથી વિશ્વમાં મચ્યો હાહાકાર
- ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળ્યા
- બંને નેતાઓએ અમેરિકન પરંપરા મુજબ સરળતાથી સત્તાના હસ્તાંતરણનો સંકલ્પ વ્યક્ત કર્યો
- ગાઝામાં અમેરિકન બંધકો પર બે સરકારો સંમત
Donald Trump met President Joe Biden : રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે પ્રથમ વખત વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળ્યા (Donald Trump met President Joe Biden) હતા. આ દરમિયાન બંને નેતાઓએ અમેરિકન પરંપરા મુજબ સરળતાથી સત્તાના હસ્તાંતરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંક્ષિપ્ત બેઠકમાં, બંને નેતાઓએ આવતા વર્ષે 20 જાન્યુઆરીએ દેશને શાંતિપૂર્ણ રીતે સત્તા સ્થાનાંતરણની ખાતરી આપી હતી. બાઇડેને ટ્રમ્પનું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા. બાઇડેને ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ સત્તાના સરળ ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા છે.
જો બાઇડેનની ઇચ્છા શું હતી?
આ બેઠકમાં બાઇડેને ટ્રમ્પને પોતાની એક ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલમાં છપાયેલા અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આ ખુલાસો કર્યો છે. સુલિવાને કહ્યું કે બાઇડેને ટ્રમ્પ સાથે ગાઝામાં હજુ પણ રાખવામાં આવેલા અમેરિકન બંધકો વિશે વાત કરી છે. સુલિવાને એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે આઉટગોઇંગ એડમિનિસ્ટ્રેશને ટ્રમ્પ ટીમને "સંકેત" પણ મોકલ્યો છે કે તે બંધક સોદાને સુરક્ષિત કરવા માટે સહકાર આપવા તૈયાર છે.
આ પણ વાંચો----Donald Trump ને વોટ આપવો પતિને પડ્યો ભારે...
ગાઝામાં અમેરિકન બંધકો પર બે સરકારો સંમત
બાઇડેનના ટોચના સહાયકે જણાવ્યું હતું કે અમેરિકન બંધક પરિવારોએ આ પ્રકારના સહકારની વિનંતી કરી હતી જ્યારે તેઓ મંગળવારે તેમની સાથે મળ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે તેમનો જવાબ હા હતો અને વર્તમાન વહીવટીતંત્ર હમાસ દ્વારા પકડાયેલા બંધકોને બચાવવા માટે જે દિવસ હજું બાકી છે તે તમામ દિવસનો ઉપયોગ કરશે અને લોકોને પાછા લાવવામાં મદદ કરશે. ટ્રમ્પે પત્રકારોને અલગથી કહ્યું કે તેમણે અને બાઇડેને તેમની બેઠક દરમિયાન મધ્ય પૂર્વ વિશે ઘણી વાતો કરી. ટ્રમ્પે કહ્યું, 'હું જાણવા માંગતો હતો કે આપણે ક્યાં છીએ અને તે શું વિચારે છે. અને તેણે મને તેના વિચારો કહ્યા, તે ખૂબ જ દયાળુ હતા.
"Everything to make sure you're accommodated": Biden meets Trump at White House, pledges smooth transition
Read @ANI Story | https://t.co/XOzX3ikBcm#Trump #Biden pic.twitter.com/As1c1iQiLj
— ANI Digital (@ani_digital) November 13, 2024
ટ્રમ્પે જુલાઈમાં જ ધમકી આપી હતી
જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં આપેલા ભાષણમાં, ટ્રમ્પે અમેરિકનને બાનમાં લેનારાઓને ચેતવણી આપી હતી કે જો તેઓ પ્રમુખ બન્યા તે પહેલાં બંધકો પાછા નહીં આવે તો તેઓએ ગંભીર કિંમત ચુકવવી પડશે તેમણે વારંવાર એવું અનુમાન પણ કર્યું છે કે ઘણા બંધકો હવે જીવિત નથી.
ટ્રમ્પનું કદ વધશે?
જો ટ્રમ્પ અમેરિકન બંધકોને પરત લાવે છે તો તે તેમના માટે અને અમેરિકા માટે ખૂબ જ ખુશીની વાત હશે. દુનિયાને એક પ્રકારનો સંદેશ જશે કે ટ્રમ્પ પોતાના લોકો માટે કંઈ પણ કરી શકે છે. ગાઝામાં બંધકોના મામલે સમગ્ર અમેરિકા એકજૂટ છે.
આ પણ વાંચો----ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડેન કરી રહ્યા છે ફટાફટ કામ


