Donald Trump Oath : US માં ફક્ત પુરુષ અને મહિલા, હવે કોઈ થર્ડ જેન્ડર નહીં' : ટ્રમ્પ
- Donald Trump એ બીજી વાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
- પહેલા ભાષણમાં ટ્રમ્પે એક પછી એક ઘણી મોટી જાહેરાતો કરી
- ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હવે અમેરિકામાં ફક્ત બે જ લિંગ રહેશે
ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ (Donald Trump Inauguration) લીધા છે. અમેરિકાના 47 મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ તરીકેનાં પોતાના પહેલા ભાષણમાં ટ્રમ્પે એક પછી એક ઘણી મોટી જાહેરાતો અને વાતો કરી છે. ટ્રમ્પે કહ્યું કે, હવે અમેરિકામાં (America) ફક્ત બે જ લિંગ રહેશે- પુરુષ અને સ્ત્રી. ત્રીજા લિંગને નાબૂદ કરવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું, "સત્તાવાર નીતિ મુજબ, આજથી ફક્ત બે જ લિંગ છે-પુરુષ અને સ્ત્રી."
આ પણ વાંચો - Donald Trump Inauguration : ટ્રમ્પે કહ્યું- 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલીશું'
પહેલા જ ભાષણમાં ટ્રમ્પે કરી મોટી જાહેરાત
શપથ લીધા પછી તરત જ, અમેરિકાના 47 મા રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump Oath) મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં લિંગ વિવિધતાને સમાપ્ત કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે, જેમાં ઘોષણા કરવામાં આવી છે કે યુએસ ફેડરલ સરકાર (US federal government) ફક્ત બે લિંગ- પુરુષ અને સ્ત્રીને માન્યતા આપશે. ટ્રમ્પે કહ્યું, "હું તમામ સરકારી સેન્સરશીપને તાત્કાલિક બંધ કરવા અને અમેરિકામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પાછી લાવવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશ. આજથી, યુનાઇટેડ સ્ટેટ્સ સરકારની સત્તાવાર નીતિ એ હશે કે ફક્ત બે જ લિંગ છે- પુરુષ અને સ્ત્રી." હશે.
આ પણ વાંચો - Trump inauguration : અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનશે
131 વર્ષ પછી બન્યું આવું!
અમેરિકન રાજકારણમાં, વ્હાઇટ હાઉસ છોડ્યાના 4 વર્ષ પછી પુનરાગમન કરવું લગભગ અશક્ય માનવામાં આવે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ અશક્ય લક્ષ્યને શક્ય બનાવીને ઇતિહાસ રચ્યો છે. ફરીથી અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્રોવર ક્લીવલેન્ડનાં (Grover Cleveland) રેકોર્ડની બરાબરી કરી છે. ગ્રોવર ક્લીવલેન્ડ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે 131 વર્ષ પહેલા વ્હાઇટ હાઉસની બહાર 4 વર્ષ રહ્યા પછી જોરદાર વાપસી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ગ્રોવર ક્લીવલેન્ડ 1885 થી 1889 અને 1893 થી 1897 સુધી એમ 2 વાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ રહ્યા હતા. તેમના પછી, ડોનાલ્ડ ટ્રમ્પ બીજા એવા નેતા છે જે 4 વર્ષનાં અંતરાલ પછી સત્તામાં પાછા ફર્યા છે.
આ પણ વાંચો - રાષ્ટ્રપતિ પદના શપથ લેતાં જ ટ્રમ્પે આ જાહેરાતો કરી.... ‘આજની તારીખ અમેરિકનો માટે સ્વતંત્રતા દિવસ છે’