અમને ન શિખવાડો કોને વિઝા આપવા અને કોને નહી: કેનેડાને ભારતનો સજ્જડ જવાબ
- કેનેડિયન મીડિયાના આક્ષેપો પર ભારત લાલઘુમ
- કોને વિઝા આપવા તેનો હક ભારત પાસે અબાધિત
- કેનેડાએ પોતે પહેલા કાર્યવાહી કરવાની જરૂર છે
MEA Responds to Canada : હાલમાં ભારત અને કેનેડાના સંબંધોમાં ખુબ જ ખટાશ જોવા મળી રહી છે. ત્યારે કેનેડાએ એકવાર ફરીથી ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. વિદેશ મંત્રાલયે કેનેડિયન મીડિયાના કેટલાક અહેવાલો સામે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે ભારતના સાર્વભૌમત્વના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના વલણની પુન:પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો : અલ્લુ અર્જુન શાહરૂખ ખાનના કારણે છુટ્યો? વકીલે તેનું નામ લીધું અને જામીન થયા મંજૂર
વિદેશ મંત્રાલયે શું જણાવ્યું?
વિદેશ મંત્રાલયે કેનેડિયન મીડિયાના અહેવાલ અંગે ટિપ્પણી કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, ભારતે કેનેડિયન ખાલિસ્તાનિઓને વિઝા આપવાનો ઇન્કાર કર્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમે આ અંગે મીડિયાના અહેવાલો જોયા છે. ભારતને બદનમ કરવા માટે કેનેડિયન મીડિયાના ડિસઇન્ફોર્મેશન અભિયાનનું બીજુ ઉદાહરણ છે. ભારતીયોને વિઝા આપવા અમારુ સાર્વભૌમ કાર્ય છે. અમારી અખંડતાને નુકસાન કરનારા લોકોને વિઝા ન આપવા તે સંપુર્ણ અમારો જ હક્ક છે. આ બાબતે કેનેડિયન મીડિયા જે પ્રકારણી ટિપ્પણી કરી રહ્યું છે તે ભારતની સંપ્રભુતા અને સાર્વભૌમત્વ પર વિદેશી હસ્તક્ષેપ સમાન છે.
આ પણ વાંચો : Bhavnagar: ભાવનગર રેન્જ IGનું સરપ્રાઈઝ ચેકિંગ, નિષ્ઠાવાન પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી
કેનેડાએ કોઇ કાર્યવાહી કરી નથી
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કેનેડા સરકારે ભારત વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવી ખુબ જ જરૂરી છે. કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ પર અમે અનેક વખત તેમની સાથે વાત કરી છે. અમે હરદીપસિંહ નિજ્જર કેસમાં પણ અમારુ સ્ટેન્ડ રજુ કર્યું છે. હજી સુધી તેમણે કોઇ કાર્યવાહી કરી નથી. દર વખતે તેઓ માત્ર પુરાવા માગતા રહે છે.
આ પણ વાંચો : Rajkot: વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો, પ્રમાણપત્ર આપવા માંગી હતી લાંચ