Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DRDO અને ભારતીય વાસુ સેનાએ મળીને 'ASTRA' મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું

ASTRA MISSILE : વિવિધ રેન્જ, દિશાઓ અને લોન્ચ પ્લેટફોર્મ પરિસ્થિતિઓમાં હાઇ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે
drdo અને ભારતીય વાસુ સેનાએ મળીને  astra  મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું
Advertisement
  • DRDO ને મળી મોટી સફળતા
  • ભારતીય વાયુ સેના જોડે મળીને અસ્ત્ર મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું
  • સ્વદેશી નિર્મિત મિસાઇલે નિર્ધારિત લક્ષ્યોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા

ASTRA MISSILE : રક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય વાયુસેના (INDIAN AIR FORCE) એ તાજેતરમાં હવામાં પ્રહાર કરતી (AIR TO AIR TARGET) બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ (BVRAAM) 'અસ્ત્ર'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સ્વદેશી 'રેડિયો ફ્રીક્વન્સી (RF) સીકર'થી સજ્જ 'અસ્ત્ર'નું પરીક્ષણ ઓડિશા કિનારા નજીક ભારતીય ફાઇટર જેટ સુખોઈ-30 MK-1 પરથી કરવામાં આવ્યું છે.

માનવરહિત હવાઈ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરીક્ષણ દરમિયાન બે મિસાઇલો છોડવામાં આવી છે. જેમાં વિવિધ રેન્જ, દિશાઓ અને લોન્ચ પ્લેટફોર્મ પરિસ્થિતિઓમાં હાઇ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બંને વખત મિસાઇલે અત્યંત ચોકસાઈથી નિર્ધારિત લક્ષ્યનો નાશ કર્યો છે.

Advertisement

આત્મનિર્ભરતા તરફ એક મહત્વનું સીમાચિહ્નરૂપ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા માટે DRDO, ભારતીય વાયુસેના અને ઔદ્યોગિક ભાગીદારોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, સ્વદેશી સીકર સાથે મિસાઇલનું સફળ પરીક્ષણ સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ એક મહત્વનું સીમાચિહ્નરૂપ છે. તે તકે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDO ચીફ ડૉ. સમીર વી. કામતે પણ આ સફળતા માટે તમામ ટીમોને અભિનંદન આપ્યા છે.

Advertisement

સ્વદેશી રીતે ડિઝાઇન કરીને વિકસાવવામાં આવ્યું

મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વદેશી આરએફ સીકર સહિત તમામ સબસિસ્ટમ્સ એ મિસાઇલ પરીક્ષણમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું છે. આ RF સીકરને DRDO દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરીને વિકસાવવામાં આવ્યું છે. આ પરીક્ષણથી 'અસ્ત્ર' મિસાઇલ સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતા પ્રમાણિત થઈ છે. આ પ્રમાણીકરણ ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ દ્વારા તૈનાત રેન્જ ટ્રેકિંગ સાધનો દ્વારા મેળવેલા ફ્લાઇટ ડેટાના આધારે મેળવવામાં આવ્યું છે.

50 થી વધુ જાહેર અને ખાનગી ઉદ્યોગોએ યોગદાન આપ્યું

'અસ્ત્ર' ની રેન્જ 100 કિલોમીટરથી વધુ છે. તે અદ્યતન ગાઇડન્સ અને નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે. આ પ્રોજેક્ટમાં DRDO ની વિવિધ પ્રયોગશાળાઓ તેમજ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સહિત 50 થી વધુ જાહેર અને ખાનગી ઉદ્યોગોએ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો ---- NAVI MUMBAI AIRPORT નું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું, મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ

Tags :
Advertisement

.

×