અકસ્માત સર્જિને બે મહિલાઓને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવરની ધરપકડ; અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ
- અમદાવાદમાં હિટ એન્ડ રનનો આતંક : અગાઉ SP રિંગ રોડ પર બે થયા હતા બે મોત
- અમદાવાદમાં ટ્રાફિક આતંક : SP રિંગ રોડ પર બે મહિલાઓનું મોત, નારોલમાં અકસ્માત
- કઠવાડા અને નારોલમાં હિટ એન્ડ રન : ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો આરોપીઓ
અમદાવાદ : અમદાવાદમાં હિટ એન્ડ રનની બે ગંભીર ઘટનાઓ યથાવત છે. આજે એક વખત ફરીથી અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તો અગાઉ થયેલા અન્ય હિટ એન્ડ રન કેસ વિશે વાત કરીએ કઠવાડા SP રિંગ રોડ પર ડમ્પરચાલક રૂપમસિંગ ઠાકુરે બે મહિલા કર્મચારીઓને અડફેટે લેવામાં આવી હતી. જેમની સારવાર દરમિયાન મોત થયા હતા. આ આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે.
તો અમદાવાદમાં આજે બનેલી હિટ એન્ડ રન કેસમાં નારોલ-લાંભા રૂટ પર બની છે. જ્યાં બેફામ કારચાલકે બે બાઇકને ટક્કર મારતાં એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો- Mudda Ni Vaat: મંત્રી મંડળના વિસ્તરણને લઈને સૌથી મોટો ધડાકો, કેટલાંકને પડતા મુકાવાનું નક્કી?
કઠવાડા હિટ એન્ડ રનમાં બે મહિલાઓના થયા હતા મોત
કઠવાડા SP રિંગ રોડ પર બનેલી ઘટનામાં ડમ્પરચાલક રૂપમસિંગ ઠાકુરે (મૂળ ઉત્તર પ્રદેશનો વતની) મોપેડ પર જઈ રહેલી બે મહિલા કર્મચારીઓ એક મહિલા કોન્સ્ટેબલ અને એક 108 એમ્બ્યુલન્સની કર્મચારીને અડફેટે લીધી હતી. બંને મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત થયું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને આરોપી રૂપમસિંગ ઠાકુરની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે હત્યા અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગના આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ડમ્પરચાલકે ઝડપથી વાહન ચલાવીને મોપેડને ટક્કર મારી અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક પુરાવાઓના આધારે આરોપીને ઝડપી લીધો છે. આ ઘટનાએ SP રિંગ રોડ પર ભારે વાહનોની બેફામ ઝડપ અને ટ્રાફિક નિયમોની અવગણના પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
નારોલ-લાંભામાં આજે વધુ એક હિટ એન્ડ રન કેસ
અમદાવાદના નારોલથી લાંભા જતા રૂટ પર આજે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જ્યાં બરોડાની નંબર પ્લેટ (GJ 06 FQ 0088) ધરાવતી કારના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને બે બાઇકને અડફેટે લીધી છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર એક પરિવારની મહિલાને ગંભીર ઇજાઓ થઈ અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારચાલકની અટકાયત કરી અને તેની સામે બેદરકારીભર્યા ડ્રાઇવિંગ અને ઇજા પહોંચાડવાના આરોપ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો. CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. નારોલ-લાંભા રૂટ પર વધતી ટ્રાફિક અને બેફામ ડ્રાઇવિંગની સમસ્યા આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કરી છે.
અમદાવાદમાં હિટ એન્ડ રનની વધતી ઘટનાઓ
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. 2023-2024ના આંકડા મુજબ, શહેરમાં 344 હિટ એન્ડ રનના કેસ નોંધાયા જેમાં 117 લોકોના મોત થયા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 395 કેસમાં 228 મોત નોંધાયા. SP રિંગ રોડ, જે 76 કિલોમીટર લાંબો ટોલ રોડ છે, તેના પર અકસ્માતોનું પ્રમાણ ઊંચું રહે છે, ખાસ કરીને નારોલ, રામોલ અને રણાસન ટોલ પ્લાઝા નજીક. આ ઘટનાઓ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને બેફામ ઝડપની સમસ્યાને દર્શાવે છે.
આ પણ વાંચો- મોરબીમાં પરિવારોની માથાકૂટમાં નિર્મમ હત્યા : 22 વર્ષીય યુવકને ઉતાર્યો મોતને ઘાટ


