ડ્રોન, ડેટા અને ડિફેન્સ… India-Australia વચ્ચે નવી ડીલ, સાથે મળીને બનાવશે ઘાતક ડ્રોન સિસ્ટમ
- India-Australia ડીલ : સંયુક્ત ડ્રોન વિકાસ, આતંકવાદ વિરોધી નવી રણનીતિ
- ઘાતક ડ્રોન સિસ્ટમ બનાવશે ભારત-ઑસ્ટ્રેલિયા, ક્વાડમાં મજબૂત રક્ષા નેટવર્ક
- ડ્રોન અને ડેટા પર ફોકસ : કેન્બેરામાં ભારત-ઑસ્ટ્રેલિયા સુરક્ષા સહયોગ વધ્યો
- પહેલગામ હુમલાની નિંદા : ઑસ્ટ્રેલિયાએ ભારતને આપ્યું સમર્થન, નવી ટેક્નોલોજી સામે લડત
- મેક ઇન ઇન્ડિયામાં ઑસ્ટ્રેલિયા : UAS અને મેરીટાઇમ સિક્યોરિટી પર મોટી ડીલ
નવી દિલ્હી : ભારત અને ઑસ્ટ્રેલિયાએ ( India-Australia ) રક્ષા અને સુરક્ષા સહયોગને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે મોટું પગલું ભર્યું છે. કેન્બેરામાં યોજાયેલી ‘આર્મી-ટુ-આર્મી સ્ટાફ ટોક્સ’માં બંને દેશોએ જળ, સ્થળ અને વાયુ કામગીરી સાથે-સાથે માનવરહિત ડ્રોન સિસ્ટમ એટલે કે Unmanned Aircraft Systems (UAS)ના સંયુક્ત વિકાસ પર સહમતિ દર્શાવી છે. આ ઉપરાંત આતંકવાદ અને કટ્ટરપંથ સામે લડવા માટે પણ નવી રણનીતિ નક્કી કરવામાં આવી છે. બંને દેશોએ માન્યું કે ઉભરતી ટેક્નોલોજી અને ડેટા સિસ્ટમ હવે રક્ષા અને સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.
કેન્બેરામાં 29થી 31 ઑક્ટોબર સુધી ચાલેલી વાર્તામાં ભારતીય અને ઑસ્ટ્રેલિયન પ્રતિનિધિઓએ સાથે મળીને આગામી પેઢીના ડ્રોન, નિગરાની ટેક્નોલોજી અને મેરીટાઇમ સિક્યોરિટી નેટવર્ક પર ચર્ચા કરી છે. ભારતીય સેના તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે ‘માનવરહિત વિમાન પ્રણાલીઓ’માં સહયોગ વધારવા પર સહમતિ બની છે, જેથી જટિલ અને જોખમી મિશનમાં પણ માનવ જોખમ વિના કામગીરી શક્ય બને છે. ઑસ્ટ્રેલિયાએ ભારતની મેક ઇન ઇન્ડિયા ડિફેન્સ ઇનિશિયેટિવમાં ભાગીદારીની ઇચ્છા વ્યક્ત કરી છે, જેથી બંને દેશ સાથે મળીને સ્વદેશી ટેક્નોલોજીથી ઘાતક ડ્રોન સિસ્ટમ તૈયાર કરી શકે.
આતંકવાદ નિવારણ બેઠક
માત્ર રક્ષા જ નહીં પરંતુ સુરક્ષા મોરચે પણ ભારત અને ઑસ્ટ્રેલિયાએ હાથ મિલાવ્યા છે. કેન્બેરામાં જ બંને દેશો વચ્ચે આતંકવાદ નિવારણ પર 15મી સંયુક્ત કાર્ય જૂથ (JWG)ની બેઠક સંપન્ન થઈ છે. તેમાં ઉભરતા આતંકી ખતરા, ઑનલાઇન કટ્ટરપંથ અને આતંકવાદી નેટવર્કમાં નવી ટેક્નોલોજીના ઉપયોગ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
બેઠકની અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (કાઉન્ટર ટેરરિઝમ) વિનોદ બહાડે અને ઑસ્ટ્રેલિયાના આતંકવાદ-વિરોધી રાજદૂત જેમ્મા હેગિન્સે કરી હતી. બંને પક્ષોએ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે, જેમાં અનેક જવાન શહીદ થયા હતા. ઑસ્ટ્રેલિયાએ ભારત પ્રત્યે એકજુટતા અને સમર્થનનું આશ્વાસન આપ્યું છે.
🇮🇳🤝🇦🇺 India–Australia Army-to-Army Staff Talks
India-Australia Army-to-Army Staff Talks were held in Canberra from 29-31 October 2025.
The deliberations focused on the growing Army-to-Army cooperation, explored new domains of cooperation in Amphibious Operations and Unmanned… pic.twitter.com/ATErlVY2kt— ADG PI - INDIAN ARMY (@adgpi) October 31, 2025
ફોકસ : નવી ટેક્નોલોજીથી આતંકવાદને જવાબ
બેઠકમાં બંને દેશોએ આ વાત પર સહમતિ દર્શાવી કે આતંકવાદી સંગઠનો હવે ડ્રોન, એન્ક્રિપ્ટેડ એપ્સ અને ક્રિપ્ટો કરન્સી જેવી નવી ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. તેથી આ ખતરા સામે લડવા માટે રિયલ-ટાઇમ ડેટા શેરિંગ અને ઇન્ટેલિજન્સને વધુ મજબૂત કરવાની જરૂર છે. MEAના નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘બંને પક્ષોએ સમયસર માહિતી વહેંચણી અને આતંકવાદી હેતુઓ માટે નવી ટેક્નોલોજીના દુરુપયોગનો મુકાબલો કરવામાં ઠોસ પગલાં ભરવા પર ભાર મૂક્યો.’
મજબૂત થઈ રહ્યું છે ઇન્ડો-પેસિફિક રક્ષા નેટવર્ક
ભારત અને ઑસ્ટ્રેલિયા પહેલેથી જ ક્વાડ (QUAD) ભાગીદારીના ભાગ છે, જેમાં અમેરિકા અને જાપાન પણ સામેલ છે. આ બેઠકમાં બંને દેશોએ મલ્ટીલેટરલ પ્લેટફોર્મ જેમ કે UN, FATF, GCTF અને IORA હેઠળ સાથે મળીને આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. ભારતીય પ્રતિનિધિમંડળે ઑસ્ટ્રેલિયન યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને રોયલ મિલિટરી કોલેજ ડન્ટરૂનની મુલાકાત પણ લીધી હતી.
આ પણ વાંચો-સ્વદેશી બ્રાઉઝર Zoho શું છે જેને GOOGLE METAનું ટેન્શન વધાર્યું!


