Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિક્ષણના મંદિરમાં નશો : Gujarat University વિવાદ પર કોંગ્રેસના આકરા પ્રહાર

Gujarat University માં દારૂની બોટલ : મનીષ દોશીની તપાસ અને સુરક્ષા ટેન્ડરોની માંગ
શિક્ષણના મંદિરમાં નશો   gujarat university વિવાદ પર કોંગ્રેસના આકરા પ્રહાર
Advertisement
  • Gujarat University માં દારૂની બોટલોનો વિવાદ : કોંગ્રેસની તપાસની માંગ
  • શિક્ષણના ધામમાં દારૂની બોટલો : Gujarat University માં વિવાદ, કોંગ્રેસનો હોબાળો
  • ગુજરાત યુનિવર્સિટીમાં વાયરલ વીડિયોથી ચકચાર : દારૂની બોટલને લઈને કોંગ્રેસનો હુમલો
  • ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલ : મનીષ દોશીની તપાસ અને સુરક્ષા ટેન્ડરોની માંગ
  • નશાનો વેપલો પહોંચ્યો શિક્ષણના મંદિર સુધી : ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ, કોંગ્રેસની કડક ટીકા

અમદાવાદ : ગુજરાતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના ( Gujarat University ) કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન ખાલી દારૂની બોટલો મળી આવતાં રાજકીય વિવાદ ઊભો થયો છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાલી દારૂની બોટલ યુનિવર્સિટીના કુલપતિને હાથમાં આપી દીધી હોવાનું જોવા મળે છે. આ ઘટના બાદ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે, અને આ મુદ્દે ગંભીર તપાસની માંગ કરી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન દરમિયાન કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ આ બોટલો કુલપતિને આપી હોવાનું દેખાય છે, જેના કારણે યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણ પર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ ઘટનાને “નિમ્નકક્ષાનું ચલણ” ગણાવીને રાજ્ય સરકારની કામગીરી પર આકરી ટીકા કરી છે.

Advertisement

આ પણ વાંચો- Vadodara : 100 થી કરતા વધુ ‘ઈકો ટેમ્પલ’ માં પ્રસરી નિર્માલ્યની અગરબત્તીની સુગંધ

Advertisement

ડૉ. દોશીએ જણાવ્યું, “ગુજરાત યુનિવર્સિટી જેવા શિક્ષણના ધામમાં આવી ઘટના શરમજનક છે. ભાજપ સરકારમાં નશાનો વેપલો બે-રોક-ટોક ચાલી રહ્યો છે, જે દેશ અને ગુજરાતની ભવિષ્ય પેઢી માટે જોખમી છે. કરોડો રૂપિયાના સિક્યુરિટી ટેન્ડરો હોવા છતાં નશા-મુક્ત કેમ્પસનું નામ ફક્ત કાગળ પર જ રહ્યું છે.”

યુનિવર્સિટીનું મહત્વ અને વિવાદ

ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે, જે હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કેન્દ્ર છે. આવા કેમ્પસમાં દારૂની બોટલો મળવી એ શિક્ષણના વાતાવરણ માટે ચિંતાજનક છે. વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

સુરક્ષા વ્યવસ્થા પર સવાલ

ડૉ. દોશીએ આગળ જણાવ્યું કે, “કરોડો રૂપિયાના સિક્યુરિટી ટેન્ડરો હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલો કેવી રીતે પહોંચી? આ બાબતે સિક્યુરિટી રક્ષકો અને ટેન્ડરની પ્રક્રિયાની પણ તપાસ થવી જોઈએ.” આ ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી નિષ્ફળતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો- Bhavnagar : યુવતીની છેડતી કરતા ઇસમને પોલીસે દબોચ્યો, હવે થયા આવા હાલ!

Tags :
Advertisement

.

×