Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Bhutan Visit : પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

PM Modi Bhutan Visit : વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ભૂટાનના પ્રવાસે ગયા છે. ભૂટનની બે દિવલયી રાજકીય મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે દિલ્હીથી રવાના થયાં છે. જોકે, પીએમ મોદી ગયા ગુરુવારે જ રવાના થવાના હતા. પરંતુ ખરાબ...
pm modi bhutan visit   પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે  આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Advertisement

PM Modi Bhutan Visit : વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ભૂટાનના પ્રવાસે ગયા છે. ભૂટનની બે દિવલયી રાજકીય મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે દિલ્હીથી રવાના થયાં છે. જોકે, પીએમ મોદી ગયા ગુરુવારે જ રવાના થવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગે વાંગચુક (ભૂતાનના ભૂતપૂર્વ રાજા)ને મળશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય (PMO) એ બુધવારે એક નિવેદનમાં આપવામાં આવી હતી.

પીએમ મોદી ‘પાડોશી પહેલાની નીતિ’ અંતર્ગત ભૂટાનની મુલાકાતે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી ‘પાડોશી પહેલાની નીતિ’ અંતર્ગત ભૂટાનની મુલાકાતે ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ યાત્રા ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત રીતે ઉચ્ચસ્તરીય આ વિનિમયની પરંપરા અને 'પાડોશી પહેલાની નીતિ' પર ભાર આપવાના સરકારના પ્રયાસોને અનુરૂપ છે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગે વાંગચુકને મળશે. વડા પ્રધાન તેમના ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.

Advertisement

Advertisement

ભૂટાન અને ભારતના સંબધો ઘણા મજબૂત છે

PMOએ જાણકારી આપી કે, ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર વિશ્વાસ, સમજ અને સદ્ભાવના પર આધારિત કાયમી ભાગીદારી રહીં છે. તેમણે કહ્યું કે, ‘અમારો સામાન્ય આધ્યાત્મિક વારસો અને બંને દેશોના લોકો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો અમારા અસાધારણ સંબંધોમાં નિકટતા અને ગતિશીલતા ઉમેરે છે.’ PMOએ કહ્યું કે, આ મુલાકાત બંને પક્ષોને પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરે અને બંને દેશોના લોકોના લાભ માટે અમારી અનુકરણીય ભાગીદારીને વિસ્તારવા અને મજબૂત કરવાના માર્ગો અને માધ્યમોની ચર્ચા કરવાનો અવસર પૂરો પાડશે.

આ પણ વાંચો: Pushpak Vimana : 21મી સદીના ભારતનું ‘પુષ્પક વિમાન’ સફળ, કર્ણાટકના ચિત્રદુર્ગમાં થયું પરીક્ષણ
આ પણ વાંચો: PM Modi : પુતિન સાથે વાત કર્યા બાદ PM મોદીએ ઝેલેન્સકીને પણ લગાવ્યો ફોન, જાણો શું કહ્યું…
આ પણ વાંચો: Russia : રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ PM મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું…
Tags :
Advertisement

.

×