DWARKA પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્યનું 'ધાર્મિક પ્રદૂષણ' મામલે મોટું નિવેદન
- સંપ્રદાયોની નીતિ-રીતિ સામે શંકરાચાર્યનો ગુસ્સો ફૂટ્યો
- દ્વારકા પીઠાધીશ્વર જગતગુરૂનું મોટું નિવેદન સામે આવ્યું
- અલગ અલગ સંપ્રદાયો વિરૂદ્ધ તેમણે નિશાન તાક્યું
SHANKARACHARYA SADANAND SARASWATI : હાલમાં ચતુર્માસ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. તે દમિયાન દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય (DWARIKA PITHADHISHWAR JAGAT GURU SHANKARACHARYA) સદાનંદ સરસ્વતીજી (SADANAND SARASWATI) એ ધાર્મિક પ્રદૂષણને (STATEMENT ON RELIGIOUS POLLUTION) લઇે મોટું નિવેદન આપ્યું છે. તેઓ અશાસ્ત્રીય સંપ્રદાય પર રીતસરના વિફર્યા હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. શંકરાચાર્યનું કહેવું છે કે, સનાતન ધર્મ (SANATAN DHARMA) ખતમ કરવા માટે કેટલાક સંપ્રદાય કાર્યરત છે. કેટલાક સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ધાર્મિક પ્રદૂષણ ફેલાવનારાઓથી સાવધાન રહેવાની જરૂર છે. તેમણે ખાસ કરીને કથાકારોને આવા સંપ્રદાયોથી બચવા અપીલ કરવા જણાવ્યું છે. સનાતનને બદનામ કરનારાઓને જાકારો આપવા પર તેમણે ભાર મુક્યો છે.
સનાતન ધર્મને પતનની દિશામાં લઇ જવાનો પ્રયાસ
શંકરાચાર્યએ તેમ પણ કહ્યું કે, સનાતન ધર્મને હાની પહોંચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. ધાર્મિકતાનો વેશ પહેલી ને ધર્મ વિરૂદ્ધ મિલાવટનો પ્રયાસ થઇ રહ્યો છે. સનાતન ધર્મને પતનની દિશામાં લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર વાત તેમણે મુકી છે. આ સાથે જ વિવિધ સંપ્રદાયોને ટાંકીને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે બ્રહ્માકુમારી (BRAHMA KUMARIS) , ગાયત્રી પરિવાર (GAYATRI PARIWAR) , શિરડી સાંઇ બાબા (SHIRDI SAI BABA) પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઇસ્કોન (ISKON) અને સ્વામિનારાયણ (SWAMINARAYAN) સંપ્રદાય સામે પણ પોતાની નારાજગી દર્શાવી છે.
વિધિ વિના કરાતા યજ્ઞોના કારણે દેશમાં સંકટ આવે છે
શંકરાચાર્યનું કહેવું છે કે, બ્રહ્માકુમારીવાળા શિવજીને અલગ જ કહે છે. શિવ શબ્દને અર્થ ના સમજનારા વ્યાખ્યાન કરે છે. તેમણે ગાયત્રી પરિવાર વિશે કહ્યું કે, ગાયત્રી પરિવારવાળા અશાસ્સ્રીય વિધિ કરે છે. કોઇ પણ પ્રકારની વિધિ વિના ગાયત્રી પરિવારવાળા યજ્ઞ કરે છે. વિધિ વિના કરાતા યજ્ઞોના કારણે દેશમાં સંકટ આવે છે. તેમણે ઇસ્કોન વિરૂદ્ધ કહ્યું કે, ઇસ્કોનવાળા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ષડયંત્રો કરે છે. ઇસ્કોનવાળા પોતાને હિંદુ કહેતા નથી. પરંતુ ઇસ્કોનવાળા કહે છે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનને તોડવાનું કામ કરે છે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ છે તેવું કહે છે. સનાતનનું નામ લઇને જ સનાતન ધર્મને તોડવાનું કામ કરે છે.
આ પણ વાંચો ---- Gujarat High Court ના આદેશ બાદ Ahmedabad પોલીસની કડક કાર્યવાહી


