ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka : ટાપુ પરથી 414 રહેણાક મકાન, 33 અન્ય બાંધકામ અને 20 કોમર્શિયલ દબાણ હટાવાયાં

છેલ્લા 2 વર્ષથી દેવભૂમિ દ્વારાકામાં ગેરકાયદે બાંધકામ અને દબાણ સામે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે.
08:53 PM Feb 05, 2025 IST | Vipul Sen
છેલ્લા 2 વર્ષથી દેવભૂમિ દ્વારાકામાં ગેરકાયદે બાંધકામ અને દબાણ સામે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે.
Dwarka_gujarat_first main
  1. દેવભૂમિ Dwarka નાં દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા
  2. દ્વારકા ટાપુ પરથી 414 જેટલા ગેરકાયદે રહેણાક મકાન તોડી પડાયા
  3. 33 અન્ય બાંધકામ અને 20 કોમર્શિયલ દબાણો પણ હટાવાયા
  4. દ્વારકામાં 1 લાખ 30 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાઈ

દેવભૂમિ દ્વારકામાં (Dwarka) ડિમોલિશનની કાર્યવાહી હાલ પણ ચાલુ છે. દ્વારકા ટાપુ પરથી 414 જેટલા રહેણાક મકાન દૂર કરાયા છે. સાથે જ 33 અન્ય બાંધકામ અને 20 કોમર્શિયલ દબાણ પણ હટાવાયા છે. ડિમોલિશનની (Mega Demolition Drive) કાર્યવાહી હેઠળ 1 લાખ 30 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે. તેમ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે માહિતી આપી છે.

આ પણ વાંચો - Chhota Udepur : ચૂંટણી પહેલા BJP એ 4 સભ્ય, લઘુમતી મોરચાનાં પ્રમુખને સસ્પેન્ડ કર્યા

દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 જેટલા રહેણાક મકાન દૂર કરાયા

દેવભૂમિ દ્વારાકા જિલ્લાનાં (Dwarka) દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવાની ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા 2 વર્ષથી દેવભૂમિ દ્વારાકામાં ગેરકાયદે બાંધકામ અને દબાણ સામે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. ગઈકાલે પણ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરાયાં હતા. આ મામલે માહિતી આપતા રેન્જ આઈજી અશોક કુમાર યાદવે (Ashok Kumar Yadav) જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 જેટલા ગેરકાયદે રહેણાક મકાન, 33 અન્ય બાંધકામ અને 20 બાંધકામ કોમર્શિયલ દૂર કરાયાં છે. આમ, દ્વારકામાં 1 લાખ 30 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot : જયેશ રાદડિયા સાથેના વિવાદ અંગે નરેશ પટેલનું મૌન! દિનેશ બાંભણિયાની પોસ્ટ ચર્ચામાં!

DWD_gujarat_first

ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ મહત્ત્વુપૂર્ણ

તેમણે આગળ કહ્યું કે, દ્વારકા નજીકનાં ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વનાં છે. આ ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. પોલીસની ટીમો દ્વારા અહીં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. અહીં, ડિમોલિશનની (Mega Demolition Drive) કામગીરી હેઠળ મોટા ભાગનાં દબાણો દૂર કરાયાં છે. જણાવી દઈએ કે, આવા ટાપુઓ પર તંત્ર દ્વારા પ્રવેશબંધીનું જાહેરનામું પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) કેટલાક દબાણકર્તાઓ દ્વારા અરજી પણ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજી ખારીજ કરતા ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી ફરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો - Gondal : અવૈધ સબંધનો કરુણ અંજામ, વેરીતળાવમાં મળેલી મહિલાની લાશનો અંતે ભેદ ઉકેલાયો

Tags :
BalaparBet DwarkaBreaking News In GujaratiCM Bhupendra PatelDwarkaGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarat State GiovernmentGujarati breaking newsGujarati Newshm harsh sanghviLatest News In GujaratiMega Demolition DriveMega Demolition OperationNews In GujaratiokhaRange IG Ashok Kumar YadavZero-tolerance' policy
Next Article