Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ BJP માં જશ્ન! 8 બેઠકો બિનહરીફ જીતી

ફરી એકવાર સત્તા પર આવવાનો ભાજપનો રસ્તો અત્યારથી સાફ થઈ ગયો છે તેમ લાગી રહ્યું છે.
dwarka   નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ bjp માં જશ્ન  8 બેઠકો બિનહરીફ જીતી
Advertisement
  1. Dwarka નગરપાલિકામાં BJP ચૂંટણી પહેલાં જીતની રેસમાં આગળ
  2. 28 બેઠકો ધરાવતી દ્વારકા નપામાં ભાજપ 8 બેઠકો પર બિનહરીફ જાહેર
  3. દ્વારકા નગરપાલિકાનાં વોર્ડ નં 4 માં તમામ સભ્યો બિનહરીફ
  4. વોર્ડ નં 3 માં 3 અને વોર્ડ નં 7 માં 1 સભ્ય બિનહરીફ જાહેર કરાયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં (Sthanik Swaraj Election) માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકામાંથી મોટા સમાચાર આવ્યા છે. દ્વારકા (Dwarka) નગરપાલિકામાં ચૂંટણી માટે મતદાન પહેલા જ સત્તારૂઢ ભાજપે 8 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ સાથે દ્વારકા નગરપાલિકામાં ફરી એકવાર સત્તા પર આવવાનો ભાજપનો રસ્તો અત્યારથી સાફ થઈ ગયો છે તેમ લાગી રહ્યું છે. દ્વારકામાં ભાજપમાં (BJP) જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Weather Forecast : કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી

Advertisement

મતદાન પહેલા જ ભાજપે 8 બેઠક બિનહરીફ જીતી

દેવભૂમિ દ્વારકામાં (Dwarka) હાલ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચૂંટણી પહેલા જ મોટો ખેલ કરી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જણાવી દઈએ કે, દ્વારકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપે 8 બેઠક બિનહરીફ જીતી છે. દ્વારકા નગરપાલિકાનાં વોર્ડ નં 4 માં તમામ સભ્યો બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નં 3 માં 3 સભ્યો બિનહરીફ અને વોર્ડ ન 7 માં 1 સભ્ય બિનહરીફ જાહેર કરાયા છે. આમ, ભાજપ (BJP) માટે નગરપાલિકામાં ફરી સત્તા પર આવવાનો માર્ગ અત્યારથી જ સાફ થઈ ગયો હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Dang : સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મોત

ગઈકાલે તાપીમાં પણ ભાજપે ખોલ્યું હતું ખાતું

દ્વારકામાં ભાજપનાં 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં પક્ષમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા ગઈકાલે તાપીમાં (Tapi) પણ ભાજપે ખાતુ ખોલ્યું હતું. નિઝર તા. પં.ની બે બેઠક પૈકી એક બેઠક પર ભાજપનાં ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સરવાળા બેઠક પર ભાજપ પક્ષ સિવાય કોઈએ ફોર્મ ભર્યુ નહોતું. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષે ફોર્મ ન ભરતા ભાજપનાં ઉમેદવારનો વિજય થયો હતો.

આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં ઠેર ઠેર લાગ્યા મસમોટા હોર્ડિંગ્સ

Tags :
Advertisement

.

×