Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka:તાલુકા પંચાયતનો કરાર આધારીત મેનેજર 3500ની લાંચ લેતા ઝડપાયો

ભાણવડમાં કરારમાં કર્મચારી લાંચ લેતા ઝડપાયા ઓન લાઈન ફોર્મ ભરવાના માગ્યા હતા 3500 ACBએ મિહિર બારોટને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો Dwarka: ગુજરાતમાં દિવસેને દિવસે ભ્રષ્ટ્રાચાર (Corruption)વધતો હોય તેવું લાગી રહ્યું છે,આવી જ એક ઘટના દેવભૂમી દ્વારકા(Devbhumi Dwarka)ના...
dwarka તાલુકા પંચાયતનો કરાર આધારીત મેનેજર 3500ની લાંચ લેતા ઝડપાયો
Advertisement
  • ભાણવડમાં કરારમાં કર્મચારી લાંચ લેતા ઝડપાયા
  • ઓન લાઈન ફોર્મ ભરવાના માગ્યા હતા 3500
  • ACBએ મિહિર બારોટને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો

Dwarka: ગુજરાતમાં દિવસેને દિવસે ભ્રષ્ટ્રાચાર (Corruption)વધતો હોય તેવું લાગી રહ્યું છે,આવી જ એક ઘટના દેવભૂમી દ્વારકા(Devbhumi Dwarka)ના ભાણવડમાં બની જયા આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતો કર્મચારી રૂપિયા 3500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે,આરોપી કરાર આધારિત નોકરી કરે છે અને તેણે લાંચ માગી હોવાની વાત સામે આવી છે.

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

Advertisement

આ પણ  વાંચો -Amreli: પ્રેમસંબંધમાં પ્રેમીના મિત્રની હત્યા કરનાર આરોપીઓની ધરપકડ

Advertisement

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Tags :
Advertisement

.

×