Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી
- મંદિર આગળના વિસ્તારમાં એક દુકાન તોડવામાં આવી
- મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દુકાન તોડી પાડવામાં આવી
- નપાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હવે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના સાત ટાપુઓ પર બુલડોઝર ફરી વળ્યું છે. જ્યાં દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. ફોરેસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો જિલ્લો છે. દ્વારકામાં 235 કિલોમીટરનો દરિયા કિનારો આવે છે. આ જિલ્લાના દરિયા કિનારામાં 23 જેટલા ટાપુઓ છે.
7 ટાપુઓ પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા
7 ટાપુઓ જેના ઉપર બાંધકામ હતા એ સંપૂર્ણ રીતે ધરાશાયી કરવામાં આવ્યા છે. એ જે 7 ટાપુ છે એનું નામ છે ખારા મીઠા ચુષ્ણા, આશાબા, ધોરિયો, દબદબો, સમિયાની અને ભેદર ટાપુ અહી કુલ 36 ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામને દુર કરવામાં આવેલ છે.
દબાણ અંગે વાત કરતા દેવભૂમિ દ્વારકાના એસપી નીતેશ પાંડેએ જણાવ્યું હતું કે, એ દબાણ કાઢીને જિલ્લામાં કોઈ પણ ભવિષ્યમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવશે એના પર 0 ટોલેરન્સ પોલિસી છે અને ટાપુઓ પર જેને બાંધકામ કરાવ્યું છે એના વિરૂદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેના જેના પણ નામ આવશે એના વિરૂદ્ધ આઇ.પી.સી અને લેન્ડ ગ્રેબિંગ અલગ અલગ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
એસપીએ વધુમાં માહિતી આપતા કહ્યું- અમુક દબાણ છેલ્લા 3-4 વર્ષથી હતા. અને મોટા બાંધકામ હતા એ છેલ્લા 8/10 વર્ષ થી કરવામાં આવ્યા હતા. અને જે દબાણો હતા તેને સંપૂર્ણ રીતે કાઢવામાં આવ્યા છે. ટાપુ પર ફોરેસ્ટ અને પોલીસ બંને ટીમ દ્વારા આ દબાણને દૂર કરવામાં આવ્યા. ભવિષ્યમાં દબાણ ના થાય માટે અમારી ટીમ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ રાખશું અને ટાપુની વિઝીટ રાખશું અને સાથે સાથે કોસ્ટગાર્ડ, ફોરેસ્ટ પણ સયુંકત રીતે પેટ્રોલિંગની કામગીરી કરશે. અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. પણ એના માટે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot: કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન બનતા સ્થાનિકોનો વિરોધ, ફરી અકસ્માતનો ભય


