Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka: દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન સામે રોષ, રાજ્યસભાનાં સાંસદે આપી આકરી પ્રતિક્રિયા

દ્વારકાધીશ ભગવાન પર સ્વામીનારાયણ ગુરૂકુળનાં સાધુએ કરેલ બફાટને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યસભાનાં સાંસદ દ્વારા આ મામલે ટ્વીટ કરી આકરી પ્રતિક્રિયા આપી હતી.
dwarka  દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન સામે રોષ  રાજ્યસભાનાં સાંસદે આપી આકરી પ્રતિક્રિયા
Advertisement
  • દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન મામલે રોષ
  • રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ કર્યુ ટ્વીટ
  • સનાતન ધર્મ માટે જે નિવેદનો આવી રહ્યા છે તે દુ:ખ દાયક છે: પરિમલ નથવાણી

સ્વામીનારાયણ ગુરૂકુળનાં સાધુ દ્વારા દ્વારકાધીશ પર કરાયેલ બટાફને લઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાંસદ દ્વારા સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, દ્વારકાધીશ સહિત સનાતન ધર્મ માટે જે જે નિવેદનો આવી રહ્યા છે તે દુઃખ દાયક છે. છેલ્લા કેટલાય સમયથી સ્વામીનારાયણ સાધુ સનાતની દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ માટે જે બોલી રહ્યા છે. તે નિંદનીય છે.

Advertisement

ગંગા નદી સંદર્ભે વિવાદાસ્પદ નિવેદન

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામીના અનુયાયીએ ગંગાજી સુધી જવાની જરુર નથી માત્ર સ્વામીજીના દર્શન કરી લો. આ પ્રકારનું નિવેદન કરતા સગર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વીડિયોમાં ટિપ્પણી કરવામાં આવી છે કે ગંગા નદીને પવિત્ર કરનારા સ્વામીનારાયણ સંતના આજે દર્શન થશે.

Advertisement

સગર સમાજનો આક્રોશઃ

ગંગા નદી પર વિવાદાસ્પદ નિવેદન બાદ સગર સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આક્રોશિત થયેલા સગર સમાજના સભ્યોએ રાજકોટ કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલીનું આયોજન કર્યુ હતું. સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આ સમગ્ર વિવાદ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સગર સમાજના સભ્યો બહોળી સંખ્યામાં રાજકોટ કલેક્ટર કચેરીએ એક્ઠા થયા હતા. તેમણે વિરોધ પ્રદર્શન દરમિયાન જય ગંગા મૈયાનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન

વિવાદોની વણઝાર

ગુજરાતમાં ધાર્મિક વિવાદાસ્પદ નિવેદનો અને ત્યારબાદ નિવેદનનો વિરોધ એ એક પરંપરા બનતી જાય છે. તેમાંય સ્વામીનારાયણ સંપ્રદાય અને વિવાદ તો એક બીજાના પર્યાય બનતા જાય છે. તાજેતરમાં જ સંપ્રદાયનાં વધુ એક પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતા અંગે વિવાદાસ્પદ લખાણ લખી સનાતન ધર્મને (Sanatan Dharma) અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી હોવાનાં આરોપ થયા છે. 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો' નાં પુસ્તકમાં 33 નંબરનાં પાનાં પર દ્વારકામાં ( Dwarka) ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો ઉલ્લેખ કરાયો હતો. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં મોરબીમાં રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટૂંકી ના કરો. સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે. સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ.

આ પણ વાંચોઃ VADODARA : લિવ ઇન પાર્ટનરનો 'ખંડણીકાંડ', રૂ. 12 કરોડ માટે કહાની ઘડી

Tags :
Advertisement

.

×