Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : કુદરતની સામે માણસની લાચારી દર્શાવે છે આ દ્રશ્યો

ગુજરાતનાં દ્વારકા વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. હાલમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવજોડાની ઓખા દરિયાના વિસ્તારોમાં અસરો શરૂ થઈ ગઈ છે. દ્વારકાનાં ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બનતા બોટોને નુકશાન થવા લાગ્યો છે. જેટીએ બોટ ઊંધી વળતા...
dwarka   કુદરતની સામે માણસની લાચારી દર્શાવે છે આ દ્રશ્યો
Advertisement

ગુજરાતનાં દ્વારકા વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. હાલમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવજોડાની ઓખા દરિયાના વિસ્તારોમાં અસરો શરૂ થઈ ગઈ છે. દ્વારકાનાં ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બનતા બોટોને નુકશાન થવા લાગ્યો છે. જેટીએ બોટ ઊંધી વળતા હોવાના દ્રશ્યો આવ્યા સામે આવ્યાં છે. આ બોટ જેટી નજીક લાંગરેલી હતી જ ઊંધી વળી ગઈ છે.દરિયો તોફાની બનતા અનેક બોટોને નુકસાન પહોંચ્યું છે.

દ્વારકામાં કંપનીનાં છાપરાં ઊડ્યાં

Advertisement

દ્વારકામાં ઓખા કિનારા પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર ણી ફરી વળ્યા છે. જેટી તરફના રસ્તાઓ પર વિજપોલ ધરાશાહી થયાં છે.કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલો પણ તૂટી છે અને દરિયાના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. દ્વારકામાં તેજ પવનના કારણે કંપનીનો શેડ ઉખડીને બહાર પડ્યાં છે. મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના ગેઇટ પાસેના છાપરા ઊડ્યાં હતાં. છાપરાં ઉડીને રોડ પર આવ્યાં પરંતુ સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.

Advertisement

આપણ વાંચો-વન્યજીવોની સુરક્ષા માટે સરકારનું કેવું છે આયોજન? વાંચો આ અહેવાલમાં

Tags :
Advertisement

.

×