America Earthquake : અલાસ્કામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભયનો માહોલ
અમેરિકાના અલાસ્કા પેનિન્સુલામાં રવિવારે વહેલી સવારે ભૂકંપના ભયંકર આંચકા અનુભવાયા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ભૂકંપની તીવ્રતા 7.4 ની જાણવા મળી રહી છે. આ આંચકા એટલા તીવ્રતાવાળા હતા કે ભૂકંપ પછી સુનામી આવવાની પણ ચેતવણી આપવામાં આવી...
Advertisement
અમેરિકાના અલાસ્કા પેનિન્સુલામાં રવિવારે વહેલી સવારે ભૂકંપના ભયંકર આંચકા અનુભવાયા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ભૂકંપની તીવ્રતા 7.4 ની જાણવા મળી રહી છે. આ આંચકા એટલા તીવ્રતાવાળા હતા કે ભૂકંપ પછી સુનામી આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
મહત્વનું છે કે, ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોમાં ભય ફેલાયો છે. પરંતુ અત્યારે જાનહાનિના કોઈપણ સમાચાર આવ્યા નથી. ભૂકંપ પછી દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.
Advertisement
તમને જણાઈ દઈએ કે, ભૂકંપના આંચકા પછી દક્ષિણ અલાસ્કા, અલાસ્કા પેનિન્સુલા પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર, થયેલા નુકસાનની ચકાસણી કરવાનું શરુ કરવામાં આવ્યું છે.
Advertisement
આ પણ વાંચો : Britain જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, Rishi Sunak એ વિઝા માટે લીધો આ મહત્વનો નિર્ણય


