Earthquake In Assam : ભૂકંપમાં નર્સે પોતાની પરવાહ કર્યા વગર નવજાત બાળકોને બચાવ્યા
- મહિલા નર્સે ભૂકંપના ડરને બાજુ પર મુકી પોતાની ફરજ નિભાવી
- મહિલા નર્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ
- લોકોએ નર્સની હિંમતને સરાહી
Earthquake In Assam : આસામમાં ભૂકંપ આવ્યા બાદ (Earthquake In Assam) લોકોનો ગભરાટ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભૂકંપગ્રસ્ત વિસ્તારના લોકોએ સોશિયલ મીડિયા (Social Media Post) પર પોતાનો ડર શેર કર્યો છે. ગુવાહાટીમાં સ્થાનિક લોકો ગભરાઈને પોતાના ઘરો છોડીને ભાગી ગયા છે. દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર લખેલી પોસ્ટમાં એક યુઝરે કહ્યું કે, ભૂકંપ(Earthquake In Assam) ખૂબ જ ભયાનક હતો. મારા પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું કે, એવું લાગતું હતું કે, અમારા માથા પર છત પડી જશે. તમને જણાવી દઈએ કે, આસામના વિવિધ વિસ્તારોમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, આ ભૂકંપમાં આસામની હોસ્પિટલમાં ધ્રુજતા પગ સાથે મહિ્લા નર્સે પોતાની પરવાહ કર્યા વગર પેટીમાં સારવાર લઇ રહેલા બાળકોને સાચવ્યા હતા. નર્સોની હિંમતને લોકો સલામ કરી રહ્યા છે.
થોડીવારમાં શાંત થઈ જશે
ઘણા લોકોએ ભૂકંપ (Earthquake In Assam) અંગેનો પોતાનો ગભરાટ વ્યક્ત કર્યો છે. ગુવાહાટીની એક મહિલા રહેવાસી અનિતા ગોસ્વામીએ મીડિયાને જણાવ્યું કે, એવું લાગતું હતું કે, તે ક્યારેય રોકાશે નહીં. એક મિનિટ માટે મને એવું પણ લાગ્યું કે, હું મરી જઈશ. અન્ય એક રહેવાસીએ કહ્યું કે, શરૂઆતમાં ભૂકંપના આંચકા હળવા હતા. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તે જોરદાર બની ગયા હતા. મેં વિચાર્યું કે, તે થોડીવારમાં શાંત થઈ જશે, પરંતુ તે બન્યું નહીં. ખરેખર હું ખૂબ ડરી ગઈ હતી. મારો ભાઈ છત પર હતો અને મને ડર હતો કે, જો છત તૂટી પડે તો શું થશે.
બે નર્સોએ હિંમત દાખવી
આ દરમિયાન એક વ્યક્તિએ ટ્વિટર પર આસામની એક હોસ્પિટલનો દ્રશ્ય શેર કર્યો છે. તેણે પોસ્ટમાં, લખ્યું કે, આ મારા ભાઈની હોસ્પિટલ છે, જે આસામના નાગાંવમાં સ્થિત છે. દિવાલો ધ્રુજી (Earthquake In Assam) રહી હતી, પરંતુ NICU વોર્ડમાં સ્થિત બે નર્સોએ ખૂબ હિંમત બતાવી. ભૂકંપના ગભરાટ વચ્ચે તેઓએ પોતાની ફરજ બજાવી રહ્યા છે. બંને નર્સો નવજાત બાળકોના નાના પલંગને પકડીને ઉભી રહી છે.
કોઈ પણ જાનમાલના નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી
નોંધનીય છે કે રવિવારે દેશના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોમાં 5.8 ની તીવ્રતાના ભૂકંપના (Earthquake In Assam) આંચકા અનુભવાયા હતા. આસામ સરકારી અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ જાનમાલના નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ રવિવારે સાંજે 4.41 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ઉદલગુરી જિલ્લામાં હતું. ભૂકંપ પાંચ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આ પણ વાંચો ----- અનેક રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, જાણો ક્યાં ક્યાં ધરતી ધ્રુજી