Banaskantha earthquake: બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.6ની તીવ્રતાનો હતો ભૂકંપ
- Banaskantha માં ભૂકંપના આચંકા અનુભવાયા
- 3.6ની તીવ્રતાનો હતો ભૂકંપ
- ભૂકંપના લીધે ઘરમાંથી લોકો બહાર ભાગ્યા
Banaskantha earthquake: ગુજરાતના બનાસકાંઠામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.બનાસકાંઠાના અંબાજી, પાલનપુર સહિત અનેક તાલુકામાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા.3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપના લીધે લોકોમાં ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી, રક્ષાબંધનનના તહેવાર પ્રસંગે પરિવારજનો સાથે બેઠા હતા ત્યારે જ ભૂકંપના આચંકા અનુભવાયા હતા.
બનાસકાંઠાના પાલનપુરમા ભૂકંપનો આંચકો
રાત્રે 9 કલાક અને 3 મિનિટ પર નોંધાયો ભૂકંપ#Gujarat #Banaskantha #Palanpur #Earthquake #BigBreaking #GujaratFirst pic.twitter.com/0XuilSYgxK— Gujarat First (@GujaratFirst) August 9, 2025
Banaskantha earthquake: ઉલ્લેખનીય છે કે ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં શનિવારે રાત્રિના 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાઠામાં ભૂકંપની તીવ્રતા 3.6ની માપવામાં આવી હતી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂંકપનો આ ભૂકંપનો કેન્દ્ર બિંદુ પાલનપુરથી 31કિમી ઉત્તર પૂર્વે હતું. ભૂકંપના આચંકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો બહાર નીકળી ગયા હતા,કોઇ જાનમાલના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. ગુજરાત -રાજસ્થાન બોર્જર પાસે રાત્રિના 9 કલાકે ભૂકંપ ના આચંકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.6ની હતી.
આ પણ વાંચો: Gujarat High Court : 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 15000 ખેડૂતોને હાશકારો!


