ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાત્રે 10 વાગ્યાની આસપાસ અનુભવાયા ભૂકંપના આંચકા

Kutch : કચ્છના ધોળાવીરા નજીક રાતના દસેક વાગ્યાની આસપાસ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, સદ્દભાગ્ય ભૂકંપના કારણે કોઈ જ જીવહાનિ થઈ નથી પરંતુ આફટર શોક આવવાની શક્યતાઓના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
11:49 PM Oct 12, 2025 IST | Mujahid Tunvar
Kutch : કચ્છના ધોળાવીરા નજીક રાતના દસેક વાગ્યાની આસપાસ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, સદ્દભાગ્ય ભૂકંપના કારણે કોઈ જ જીવહાનિ થઈ નથી પરંતુ આફટર શોક આવવાની શક્યતાઓના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

કચ્છ : ગુજરાતના કચ્છ જિલ્લાના (Kutch) ધોળાવીરા (Dholavira) નજીક આજે રાત્રે 9:48 વાગ્યે 3.2 મેગ્નિટ્યુડની તીવ્રતાનો હળવો ભૂકંપીય આંચકો અનુભવાયો છે. આ આંચકો કચ્છના વાગડ વિસ્તાર નજીક એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન સ્થાનિક વાસીઓને ધરા ધ્રૂજવાનો અનુભવ થયો હતો. તેથી લોકો સાવચેત થઈને પોતાના ઘરની બહાર નિકળી ગયા હતા. સદ્દભાગ્ય ભૂકંપના કારણે કોઈ જીવહાનિ કે મિલકતને નુકશાન પહોંચ્યું નથી. આ અંગે કોઈ જ માહિતી સામે આવી નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા આ માહિતી જારી કરવામાં આવી છે. કચ્છ જેવા સીસ્મિક ઝોન-5 વિસ્તારમાં આવા આંચકા વારંવાર આવે છે, જે 2001ના ભૂજ ભૂકંપની યાદ અપાવે છે.

ISRના અહેવાલ મુજબ, આ 3.2 મેગ્નિટ્યુડનો આંચકો ધોળાવીરા નજીકના વિસ્તારમાં કેન્દ્રિત હતો, જે વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા (આઈઈટીસીના પ્રાચીન શહેર)થી માત્ર કેટલાક કિલોમીટર દૂર છે. આંચકો રાત્રે 9:48 વાગ્યે આવ્યો, જેનાથી આસપાસના ગામડાં જેમ કે ભચાઉ, રાપર અને ધોળાવીરા વિસ્તારમાં વાસીઓને ભૂકંપના આંચકાઓ અનુભવયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, "ઘરોમાં લાકડાં અને વાસણો હલ્યા પણ તરત જ શાંત થઈ ગયા હતા.

આ પણ વાંચો- ટ્રેકિંગ વખતે ભૂલા પડેલા વિદ્યાર્થીઓને પોલીસે ગણતરીના કલાકોમાં બચાવ્યા પરંતુ તે પહેલા શું થયું તે જાણો છો?

આ વિસ્તારમાં તાજેતરમાં પણ હળવા આંચકા આવ્યા છે. સપ્ટેમ્બર 2025માં 3.1 અને 2.6 મેગ્નિટ્યુડના આંચકા ધોળાવીરા અને ભચાઉ નજીક આવ્યા હતા, જેમાંથી કોઈ નુકસાન નહોતું થયું. આવા આંચકા કચ્છની ભૂકંપીય સક્રિયતાને દર્શાવે છે, જે ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટની ટકારવથી થાય છે.

કચ્છ જિલ્લો સીસ્મિક ઝોન-5માં આવે છે, જ્યાં હળવા ભૂકંપો વારંવાર આવે છે. 2001ના ભુજ ભૂકંપ (મેગ્નિટ્યુડ 7.7)માં 13,800થી વધુ લોકોના મોત અને 1.67 લાખથી વધુ ઇજાઓ થઈ હતી, જેનાથી હજારો ગામડાં નાશ પામ્યા હતા. 1819ના રણ ઓફ કચ્છ ભૂકંપમાં પણ વિશાળ વિનાશ થયો હતો, જેની અસર ચેન્નઈથી કલકત્તા સુધી અને કાઠમાંડૂથી બલુચિસ્તાન સુધી ફેલાઈ હતી. આ તાજો આંચકો તેવી ભયાનક યાદો અપાવે છે, પણ ISR અનુસાર, 3.2 જેવી તીવ્રતા વાળા આંચકા સામાન્ય છે અને તેમાંથી મોટા ભૂકંપની આશંકા ઓછી છે.

જોકે, આ વિસ્તારમાં નાનકડો ભૂકંપથી પણ લોકોમાં ડરનો માહોલ ઉભો થઈ જાય છે. ભૂતકાળમાં વિસ્તારમાં ભૂકંપે વેરેલા વિનાશના કારણે લોકો માટે ભૂકંપ એક ખતરનાક રાક્ષસ સમાન છે, જે તેમના ઘરો અને પરિજનો માટે ગળી ગયો હતો. તેથી કચ્છના વિસ્તારમાં નાનકડા ભૂકંપથી પણ લોકોમાં ડર ફેલાઇ જાય છે.

આ પણ વાંચો- બોટાદ કપાસ ‘કડદા’ વિવાદ ; AAP સમર્થિત પંચાયત પૂર્વે પથ્થરમારામાં DySPને ફ્રેક્ચર અને PIને 7 ટાંકા

Tags :
#BhukampKutch#DholaviraTremor#GujaratSeismic#ISRAlert#KutchEarthquakeEarthquakeSafety
Next Article