Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ecuador Firing : ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ગોળી મારીને હત્યા કરાઈ

ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ક્વિટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે એક પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે ક્વિટો ગયા હતા. નેશનલ એસેમ્બલીના સભ્ય ફર્નાન્ડો જ્યારે પોતાની કારમાં બેસવાના હતા ત્યારે ગોળી વાગી હતી. તેમની ઝુંબેશ ટીમના એક...
ecuador firing   ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ગોળી મારીને હત્યા કરાઈ
Advertisement

ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ક્વિટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે એક પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે ક્વિટો ગયા હતા.

નેશનલ એસેમ્બલીના સભ્ય ફર્નાન્ડો જ્યારે પોતાની કારમાં બેસવાના હતા ત્યારે ગોળી વાગી હતી. તેમની ઝુંબેશ ટીમના એક સભ્યએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, પ્રચાર પછી ફર્નાન્ડો પોતાની કારમાં બેસવા જઈ રહ્યો હતો. ત્યારે એક વ્યક્તિએ તેને માથામાં ગોળી મારી દીધી હતી.

Advertisement

Advertisement

ફર્નાન્ડોએ ટ્વીટ કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડોની હત્યાથી તે આઘાતમાં છે. મારી સંવેદના તેમની પત્ની અને પુત્રીઓ સાથે છે. હું ખાતરી આપવા માંગુ છું કે હત્યારાઓને બક્ષવામાં આવશે નહીં. સુરક્ષા કેબિનેટની બેઠક થોડીવારમાં યોજાશે. ઇક્વાડોરના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ગિલેર્મો લાસોએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે ઈક્વાડોરમાં 20 ઓગસ્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો : Motion of No Confidence : આજે સંસદમાં જવાબ આપશે  PM MODI

Tags :
Advertisement

.

×