Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ED ના દરોડામાં TMC MLA કુદીને ભાગ્યા, તળાવમાંથી મોબાઇલ રિકવર

ED Raids TMC MLA : દરોડામાં ધારાસભ્યએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો, તેમનો મોબાઇલ ફોન ઘરની નજીકના તળાવમાં ફેંકી દીધો
ed ના દરોડામાં tmc mla કુદીને ભાગ્યા  તળાવમાંથી મોબાઇલ રિકવર
Advertisement
  • શિક્ષક ભરતી કૌભાંડમાં ઇડીની મોટી કાર્યવાહી
  • ટીએમસીના ધારાસભ્યના ઘરે વ્યાપક દરોડા
  • ઇડીના અધિકારીઓને જોતા ધારાસભ્યએ ભાગવાનો પ્રયાસ કર્યો

ED Raid TMC MLA : પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી (Bengal Teacher Recruitment Scam - ED Raid) કૌભાંડની તપાસ કરી રહેલી EDએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની (TMC MLA Jiban Krishna Saha) ધરપકડ કરી હતી. જ્યારે ED ની ટીમ મુર્શિદાબાદ જિલ્લાના બુરવાનમાં તેમના ઘરે દરોડા પાડવા પહોંચી, ત્યારે ધારાસભ્યએ દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ED ની ટીમે નજીકના ખેતરમાંથી દોડીને તેમનો પીછો કર્યો અને તેમને પકડી લીધા હતા.

તળાવમાંથી તેમના બંને મોબાઇલ ફોન કબજે કર્યા

ED ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કૃષ્ણ સાહા (TMC MLA Jiban Krishna Saha) ખેતરમાંથી ભાગતા પકડાયા હતા, અને તે સમયે તેમના કપડાં અને શરીર પર કાદવ હતો. દરોડા દરમિયાન ધારાસભ્યએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, અને તેમનો મોબાઇલ ફોન ઘરની નજીકના તળાવમાં ફેંકી દીધો હતો. જોકે, ED ની ટીમે તળાવમાંથી તેમના બંને મોબાઇલ ફોન કબજે કર્યા હતા. હવે તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.

Advertisement

એક વ્યક્તિ પાસેથી મળેલી માહિતીના આધારે દરોડો

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બીરભૂમ જિલ્લાના એક વ્યક્તિ પાસેથી મળેલી માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેણે કથિત ભરતી કૌભાંડ સંબંધિત વ્યવહારોનો ખુલાસો કર્યો હતો. આ વ્યક્તિ ED ની ટીમ સાથે TMC ધારાસભ્યના (TMC MLA Jiban Krishna Saha) ઘરે પણ પહોંચ્યો હતો.

Advertisement

ધારાસભ્યની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે

ED ની ટીમ હાલમાં મુર્શિદાબાદમાં ધારાસભ્ય કૃષ્ણા સાહા (TMC MLA Jiban Krishna Saha) ના નિવાસસ્થાન, રઘુનાથગંજમાં તેના સાસરિયાના ઘર અને બીરભૂમ જિલ્લામાં તેમના અંગત સહાયકના ઘરે દરોડાની કાર્યવાહી કરી રહી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે, અને તેમને કોલકાતા લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં તેમને ED કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મે 2023 માં જામીન મળ્યા

આ કેસમાં અગાઉ પણ સાહા (TMC MLA Jiban Krishna Saha) અને તેમના પરિવારની પૂછપરછ કરવામાં આવી છે. ED એ અગાઉ તેમની પત્નીની પણ પૂછપરછ કરી હતી. તેવામાં CBIએ એપ્રિલ 2023 માં શિક્ષક ભરતી કૌભાંડમાં કથિત અનિયમિતતાના આરોપસર TMC ધારાસભ્યની ધરપકડ કરી હતી. તેમને મે 2023 માં જામીન મળ્યા હતા. શિક્ષક ભરતી કૌભાંડમાં ED ની ટીમો મની લોન્ડરિંગ પાસાઓની તપાસ કરી રહી છે, જ્યારે CBI ગુનાહિત સંડોવણી અંગેનીતપાસ કરી રહી છે.

આ પણ વાંચો ----- Nikki Murder Case : પતિ પાર્લરમાં ચોરી કરતો, મર્સિડીઝ માટે સતત દબાણ, રિમાન્ડમાં થયા ખુલાસા

Tags :
Advertisement

.

×