ભારતમાં ચૂંટણી પ્રણાલી મરી ગઈ છે: લોકસભા ચૂંટણીમાં થયા હતા ગોટાળા, રાહુલ ગાંધીનો દાવો
- ભારતમાં ચૂંટણી પ્રણાલી મરી ગઈ છે': લોકસભા ચૂંટણીમાં થયા હતા ગોટાળા, રાહુલ ગાંધીનો દાવો
નવી દિલ્હી: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રણાલી પર હુમલો કરતાં જણાવ્યું કે “ભારતની ચૂંટણી પ્રણાલી પહેલેથી જ મૃત છે,” આગળ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને સંકુચિત બહુમત મળવા માટે ગોટાળા કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પાર્ટીના વાર્ષિક કાનૂની સંમેલનમાં નવી દિલ્હીમાં ભાષણ કરતા રાહુલે દાવો કર્યો કે પાર્ટી ટૂંક સમયમાં ચૂંટણીઓમાં હેરાફેરી થયાના તેમના દાવાને સમર્થન આપતા પુરાવા જાહેર કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, તેમણે કહ્યું, "અમે આગામી થોડા દિવસોમાં તમને સાબિત કરીશું કે લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ શકે છે અને ગોટાળા કરવામાં આવ્યા હતા." તેમણે કહ્યું કે ભાજપે છેલ્લી સામાન્ય ચૂંટણીઓ ખૂબ જ ઓછી બહુમતી સાથે જીતી હતી.
“સત્ય એ છે કે ભારતની ચૂંટણી પ્રણાલી પહેલેથી જ મૃત થઈ ગઈ છે. ભારતના પ્રધાનમંત્રી ખૂબ જ નાની બહુમત સાથે ભારતના પ્રધાનમંત્રી છે… લોકસભા વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે, જો 15 બેઠકોમાં ગોટાળો ન થયો હોત, તો તે પ્રધાનમંત્રી ન બન્યા હોત,”
કોંગ્રેસના વાર્ષિક કાનૂની સંમેલન 2025માં પાર્ટી નેતાઓને સંબોધતા ગાંધીએ દાવો કર્યો કે જ્યારે તેમની પાર્ટી ત્રણ ખેડૂત કાયદાઓ (જે હવે રદ કરાયા છે) સામે લડી રહી હતી, ત્યારે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને તેમને “ધમકાવવા” માટે મોકલવામાં આવ્યા હતા.
“મને યાદ છે કે જ્યારે હું ખેડૂત કાયદાઓ સામે લડી રહ્યો હતો, ત્યારે અરુણ જેટલીજીને મને ધમકાવવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે મને કહ્યું, ‘જો તમે સરકારનો વિરોધ ચાલુ રાખશો, ખેડૂત કાયદાઓ સામે લડશો, તો અમારે તમારા સામે કાર્યવાહી કરવી પડશે.’ મે તેમને જોઈને કહ્યું, ‘મને લાગે છે કે તમે જેની સાથે વાત કરી રહ્યા છો તેની ઓળખતા નથી.’
આ અઠવાડિયે પહેલાં રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં રિપોર્ટરોને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મતદાર યાદીઓમાં મોટા પાયે હેરફેરનો પુરાવો “એટમ બોમ્બ” તરીકે શોધી કાઢ્યો છે.
ગાંધીએ કહ્યું કે“અમે ઊંડી તપાસ કરી કારણ કે ચૂંટણી પંચ મદદ કરતું ન હતું. જે અમે શોધી કાઢ્યું તે એટમ બોમ્બ છે. જ્યારે તે ફાટશે, ત્યારે તમે ભારતમાં ચૂંટણી પંચ જોઈ શકશો નહીં,”
ગાંધીએ જણાવ્યું, “મધ્યપ્રદેશ અને લોકસભાની ચૂંટણીમાં શંકા હતી અને તે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધારે ઊંડી થઈ હતી. રાજ્ય સ્તરે, અમને મત ચોરીની શંકા હતી.”
આ પણ વાંચો- દેશની એકતા નવી ચેતના જાગૃત કરે છે ત્યારે જ OPERATION SINDOOR સફળ થાય છે


