Elon Musk નું Grok AI યુઝર્સ માટે માથાનો દુ:ખાવો બન્યું, જાણો કારણ
- ગોર્ક લોકોના પર્સનલ ડેટા આપતું હોવાનો દાવો
- ગોર્કના યુઝર્સને આંચકો લાગે તેવી માહિતી સામે આવી
- જો આવું જ રહ્યું તો ગોર્કના યુઝરમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે
Grok AI Chat Bot Data Leak : Elon Musk નું Grok AI Chat Boat યુઝર્સ માટે "માથાનો દુખાવો" બની ગયું છે. તે યુઝર્સની માહિતીની દરેક વિગતો ઓનલાઈન લીક કરી રહ્યું છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટ્વિટર X નું સંકલિત ચેટબોટ કોઈપણ યુઝરની વ્યક્તિગત માહિતી લીક કરી શકે છે, જેમાં એવી માહિતીનો પણ સમાવેશ થાય છે, જે જાહેરમાં ઉપલબ્ધ ના હોવી જોઈએ. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, Grok AI સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના દરેક વિશે માહિતી શેર કરે છે, જેમાં ઘરના સરનામાથી લઈને પરિવારની વિગતોનો સમાવેશ થાય છે.
Grok AI તરફથી ડેટા લીક !
ફ્યુચરિઝમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટૂલ કોઈપણ યુઝરની અંગત માહિતી લીક કરી શકે છે. રિપોર્ટ અનુસાર, જ્યારે એક ટ્વિટર X યુઝરે બાર્સ્ટૂલ સ્પોર્ટ્સના સ્થાપક ડેવ પોર્ટનોયનું સરનામું પૂછ્યું, ત્યારે તેણે તે સરળતાથી પૂરું પાડ્યું હતું. રિપોર્ટની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, Grok AI Chat Boat કોઈપણ વ્યક્તિ માટે સરળતાથી આ કરી શકે છે.
33 પૈકી 10 ના સાચા સરનામા આપ્યા
અહેવાલમાં સામે આવ્યું કે, Grok AI Chat Bot ના ફ્રી વેબ વર્ઝનમાં નામ અને સરનામું જેવા પ્રોમ્પ્ટ દાખલ કરવાથી યુઝર વિશેની વ્યક્તિગત માહિતી મળી હતી. Grok AI Chat Boat 33 રેન્ડમ નામોમાંથી 10 માટે યોગ્ય સરનામું પૂરું પાડ્યું હતું. સાત જવાબો સાચા હતા, પરંતુ તેમના સરનામાં જૂના હતા. ચારમાં ઓફિસના સરનામાંનો સમાવેશ થાય છે.
સાયબર છેતરપિંડીનો ખતરો
સાયબર નિષ્ણાતો કહે છે કે, ગુનેગારો કોઈના ઘરનું સરનામું શોધવા, અને તેમનો પીછો કરવા માટે Grok AI નો ઉપયોગ કરી શકે છે. આ તેમના માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. તપાસ દરમિયાન, એવું પણ જાણવા મળ્યું કે, Grok એ કથિત રીતે વપરાશકર્તાઓને Answer A અને Answer B નો વિકલ્પ આપ્યો હતો, જે ફોન નંબરથી લઈને ઘરના સરનામાં સુધીનો હતો.
એલોન મસ્ક માટે એક મોટો પડકાર
એલોન મસ્કના AI ટૂલ સાથે સૌથી મોટી ચિંતા એ છે કે જ્યારે કોઈનું સરનામું પૂછવામાં આવે છે, ત્યારે તે તેમનો ફોન નંબર, ઇમેઇલ સરનામું, પરિવારની વિગતો અને સ્થાનની માહિતી જનરેટ કરે છે. ફ્યુચરિઝમ દ્વારા કરવામાં આવેલી આ તપાસ એલોન મસ્ક માટે એક મોટો પડકાર ઉભો કરી શકે છે અને Grok પર પ્રતિબંધ પણ લાવી શકે છે.
આ પણ વાંચો ------ ડિસેમ્બરમાં SUV ખરીદવાની સુવર્ણ તક! રૂપિયા 3.25 લાખ સુધીની છૂટ


