Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ELON MUSK ની કંપનીએ માફી માંગી, STARLINK નો મોટો ધબડકો

STARLINK DOWN : સોફ્ટવેરની નિષ્ફળતાને કારણે હજારો વપરાશકર્તાઓના ડિવાઇસ રાઉટર્સ ઑફલાઇન થયા અને કનેક્ટિવિટી ગુમાવી દીધી હતી
elon musk ની કંપનીએ માફી માંગી  starlink નો મોટો ધબડકો
Advertisement
  • આજે સવારે ઇન્ટરનેટ સુવિધા મોટા પાયે ખોરવાઇ
  • સામાન્ય રીતે સેટેલાઇટ બેઝ્ટ ઇન્ટરનેટ સુવિધા ખોરવાતી નથી
  • ઇલોન મસ્કની વિશ્વમાં જાણીતી કંપનીનું સોફ્ટવેર ખોટકાયું

STARLINK DOWN : એલોન મસ્ક (ELON MUSK) ની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકનું સર્વર (STARLINK DOWN) આજે વહેલી સવારે ડાઉન થઈ ગયું હતું, જેના કારણે વિશ્વના 140 દેશોમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી. સ્ટારલિંકમાં આ ભાગ્યે જ જોવા મળતો વૈશ્વિક આઉટરેજ જોવા મળ્યો છે. સામાન્ય રીતે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓમાં આઉટેજ જોવા મળતા નથી. સેટેલાઇટ કનેક્ટિવિટીને કારણે કોઈપણ વિક્ષેપ વિના ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવે છે, જેથી વપરાશકર્તાઓ કટોકટીની સ્થિતિમાં ઇન્ટરનેટ સેવાનો આનંદ માણી શકે.

સોફ્ટવેરમાં સમસ્યા

અહેવાલ મુજબ, આંતરિક સોફ્ટવેરમાં સમસ્યાને કારણે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ છે. સોફ્ટવેરની નિષ્ફળતાને કારણે હજારો વપરાશકર્તાઓના ડિવાઇસ રાઉટર્સ ઑફલાઇન થઈ ગયા અને કનેક્ટિવિટી ગુમાવી દીધી. એલોન મસ્કની શક્તિશાળી સેટેલાઇટ ઇન્ટરનેટ સિસ્ટમમાં આ એક દુર્લભ આઉટેજ જોવા મળે છે.

Advertisement

61 હજારથી વધુ વપરાશકર્તાઓએ સમસ્યાની જાણ કરી

અમેરિકા અને યુરોપના ઘણા વપરાશકર્તાઓએ સવારે 12:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) સેટેલાઇટ ઇન્ટરનેટ સેવામાં વિક્ષેપની જાણ કરી. ઇન્ટરનેટ સેવાઓ પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, 61 હજારથી વધુ વપરાશકર્તાઓએ સ્ટારલિંકની સેવામાં સમસ્યાઓની જાણ કરી હતી. કંપનીએ તેના સત્તાવાર X હેન્ડલ પરથી સેવા શરૂ થવાની માહિતી શેર કરી છે. કંપનીએ આ માટે વપરાશકર્તાઓની માફી પણ માંગી છે.

Advertisement

2.5 કલાકનો આઉટરેજ

જોકે, લગભગ અઢી કલાકના આઉટેજ પછી, સ્ટારલિંક સેવાઓ ફરી એકવાર શરૂ થઈ હતી, એલોન મસ્કની સેટેલાઇટ સેવા કંપનીના વૈશ્વિક સ્તરે 6 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. કંપની હાલમાં વિશ્વના 140 થી વધુ દેશોમાં તેની સેવાઓ પૂરી પાડે છે. ટૂંક સમયમાં સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ભારતમાં પણ શરૂ થવા જઈ રહી છે. એલોન મસ્કની કંપનીને સરકાર તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે. સ્પેક્ટ્રમ ફાળવાતાની સાથે જ કંપની ભારતમાં તેની સેવા શરૂ કરશે.

આ પણ વાંચો ---- Donald Trump Big Statement: 'મને મસ્કની જરૂર છે...', ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ નરમ પડ્યું, કહ્યું - સબસિડી દૂર કરવામાં આવશે નહીં

Tags :
Advertisement

.

×