Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elon Musk જલ્દી જ લઇને આવી રહ્યા છે Smart TV માટે Video App

ટ્વિટરના માલિક Elon Musk એ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મની બાગડોર સંભાળી છે ત્યારથી, એલોન મસ્ક બેક ટુ બેક યુઝર્સ માટે નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છે. જણાવી દઇએ કે, ટ્વિટર ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી માટે વીડિયો એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ...
elon musk જલ્દી જ લઇને આવી રહ્યા છે smart tv માટે video app
Advertisement

ટ્વિટરના માલિક Elon Musk એ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મની બાગડોર સંભાળી છે ત્યારથી, એલોન મસ્ક બેક ટુ બેક યુઝર્સ માટે નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છે. જણાવી દઇએ કે, ટ્વિટર ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી માટે વીડિયો એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માહિતી ટ્વિટરના માલિક Elon Musk એ પોતે આપી છે. ટ્વિટર વીડિયો એપની જરૂરિયાત સૂચવતી ટ્વીટનો જવાબ આપતા, મસ્કે જવાબ આપ્યો "તે આવી રહ્યું છે".

ટૂંક સમયમાં ટ્વિટર સ્માર્ટ ટીવી માટે પોતાની વીડિયો એપ લોન્ચ કરશે

Advertisement

Elon Musk ના કેટલાક નિર્ણયોને કારણે ટ્વિટરને નુકસાન થયું હતું અને તેમને લોકોની ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે, હવે એલોન મસ્ક અને સીઈઓ લિન્ડા યાકેરિનો ટ્વિટરને એક નવી ઓળખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન એલોન મસ્કે ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં ટ્વિટર સ્માર્ટ ટીવી માટે પોતાની વીડિયો એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ટ્વીટર વીડિયો એપની જરૂરિયાત અંગે એક યુઝર દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતા એલોન મસ્કે કહ્યું કે, તે બહુ જલ્દી આવી રહ્યું છે. યુઝરે પોતાના ટ્વિટમાં કહ્યું- સ્માર્ટ ટીવી માટે પણ ટ્વિટર વીડિયો એપ હોવી જોઈએ, અમને તેની જરૂર છે. જો મારે ટ્વિટર પર લાંબો વીડિયો જોવો હોય, તો હું તેને જોઈ શકતો નથી. આ ટ્વીટના જવાબમાં એલોન મસ્કે જવાબ આપ્યો, "તે આવી રહ્યું છે".

Advertisement

Twitter યુઝર્સને જવાબ આપો

જણાવી દઈએ કે, ટ્વિટર પર S-M રોબિન્સન નામના યુઝરે કહ્યું કે, "અમને ખરેખર સ્માર્ટ ટીવી માટે ટ્વિટર વીડિયો એપની જરૂર છે. હું ટ્વિટર પર એક કલાકનો વીડિયો નથી જોતો." જેના પર મસ્કે જવાબ આપ્યો, "તે આવી રહ્યું છે." મસ્કના જવાબ પર, યુઝરે ટ્વિટરના પગલાની પ્રશંસા કરી. યુઝરે લખ્યું કે તેના આવ્યા પછી, હું યુટ્યુબમાંથી હટી શકું છું. જણાવી દઇએ કે, એલોન મસ્ક યુઝર્સ માટે ટ્વિટરને નવો લુક આપી રહ્યા છે. તાજેતરમાં, તેણે જાહેરાત કરી હતી કે હવે યુઝર્સને તે જાહેરાતો માટે ચૂકવણી કરવામાં આવશે જે યુઝર્સની પોસ્ટના જવાબો પર દેખાશે. તેનાથી લાખો લોકોને આર્થિક બળ મળશે.

આ પણ વાંચો - એલન મસ્કનું મોટું એલાન,ટ્વિટર બ્લૂ સબ્સક્રાઇબર અપલોડ કરી શકશે 2 કલાકનો વીડિયો

આ પણ વાંચો - જાણો કોણ છે Twitter CEO બનનારી Linda Yaccarino?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×