Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bahraich : બે આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા બે આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી Bahraich : ઉત્તર પ્રદેશના બહરાઈચ (Bahraich)માં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન...
bahraich   બે આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર
Advertisement
  • ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા
  • બે આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર
  • આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી

Bahraich : ઉત્તર પ્રદેશના બહરાઈચ (Bahraich)માં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.

22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે બહરાઈચમાં રવિવારે દુર્ગા પૂજાના અવસર પર મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળતાં 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને પથ્થરમારો અને ગોળીબારમાં લગભગ છ લોકો ઘાયલ થયા હતા.

Advertisement

બહરાઈચમાં હિંસા ફાટી નીકળી હતી

રામ ગોપાલ મિશ્રાની હત્યા બાદ બહરાઈચમાં હિંસા ફેલાઈ હતી. ટોળા દ્વારા મોટા પાયે તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ટોળાએ ઘરો, દુકાનો, શોરૂમ, હોસ્પિટલો, વાહનો વગેરેને આગ ચાંપી દીધી હતી જેના પગલે બહરાઇચ પોલીસે અનેક અજાણ્યા અને કેટલાક નામના વ્યક્તિઓ સામે અનેક FIR નોંધી હતી. પોલીસે આ વિસ્તારમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં 55 શકમંદોની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો----Bahraich માં પથ્થરમારો અને આગચંપી, પોલીસે છોડ્યા ટિયરગેસ

Tags :
Advertisement

.

×