ED નું GOOGLE અને META ને સમન્સ, ઓનલાઇન સટ્ટાબાજી મામલે હાજર રહેવા આદેશ
- ઓનલાઇન સટ્ટાબાજીને લઇને તપાસ એજન્સીએ ગાળો કસ્યો
- ગુગલ અને મેટાને નોટીસ સમન્સ મોકલ્યું
- અગાઉ અનેક સેલીબ્રિટી ઓનલાઇન સટ્ટાબાજીમાં સંડોવાયેલા મળી આવ્યા છે
ED SUMMON GOOGLE-META : ઓનલાઈન સટ્ટાબાજી એપ્લીકેશન (ONLINE BETTING APP) કેસમાં મેટા અને ગુગલ (GOOGLE - META) ની મુશ્કેલીઓ વધી શકે છે. તપાસ એજન્સી ED એ બંને કંપનીઓના પ્રતિનિધિઓને નોટિસ મોકલી છે અને તેમને 21 જુલાઈના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. તપાસ એજન્સીને સટ્ટાબાજી એપ્લિકેશનને પ્રોત્સાહન આપવામાં ઘણી જાણીતી હસ્તીઓની સંડોવણીની શંકા છે. આગામી સમયમાં તપાસ એજન્સી સેલિબ્રિટીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. એજન્સીનો આરોપ છે કે, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સટ્ટાબાજીની એપ્સને વારંવાર દર્શાવવામાં આવી છે. અને તેનાથી સટ્ટાબાજીની એપ્સ દ્વારા કરોડો રૂપિયા કમાયા હતા. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ભારતમાં સટ્ટાબાજી અંગે શું કાયદો છે ? દોષિત ઠરે તો આરોપીને કેટલી સજા થઈ શકે છે ? અત્યાર સુધીમાં આવા કેસોમાં આરોપીઓને કેટલી સજા આપવામાં આવી છે ? કયા દેશોમાં સટ્ટો કાયદેસર છે અને વિવિધ દેશોમાં તેના અંગે કયા કાયદા છે ?
ભારતમાં કયા કાયદા છે?
પ્રાથમિક સુત્રોનું જણાવવું છે કે, ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અંગે કોઈ અલાદયો કાયદો નથી. હા, જુગાર અંગેનો કાયદો છે, જેમાં મહત્તમ 2,000 રૂપિયાનો દંડ અને 12 મહિના સુધીની જેલની સજાની જોગવાઈ છે. સાથે જ ઓનલાઈન સટ્ટાબાજી અંગેનો કાયદો સ્પષ્ટ નથી. ઉપરાંત ભારતમાં જાહેરમાં જુગાર રમવાની પ્રવૃત્તિઓને રોકવા માટે બ્રિટિશ યુગ દરમિયાન એક કાયદો બનાવવામાં આવ્યો છે. જો કે, સમય જતાં આ પણ અપ્રસ્તુત બની ગયું છે. આ કાયદો તત્કાલીન બ્રિટિશ સરકારે પત્તાની રમતો અને જુગારધામો પર પ્રતિબંધ મૂકવા માટે બનાવ્યો હતો. 1867 માં ઘડાયેલા આ કાયદા હેઠળ, મહત્તમ 500 રૂપિયા દંડ અને ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઈ છે.
ઘણા રાજ્યોમાં કેસિનોને મંજૂરી છે
પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, ઉપરાંત ગોવા, સિક્કિમ અને દમણ દીવ જેવા કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં કેસિનો રમવાની પરવાનગી છે. વધુમાં, ઘણા રાજ્યોમાં ઘોડા દોડ પર સટ્ટો લગાવવો કાયદેસર છે કારણ કે તે કૌશલ્યની રમત છે, નસીબની નહીં. આ ઉપરાંત, ઘણા રાજ્યોમાં લોટરીને કાયદેસર માનવામાં આવી છે. તથા રમી અને પોકર જેવી રમતો રમવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 1998 માં લોટરી નિયમન કાયદો પસાર કર્યો હતો. આ કાયદાનો હેતુ રાજ્યો દ્વારા યોજાતી લોટરીઓ પર દેખરેખ રાખવાનો હતો. આ કાયદા દ્વારા રાજ્ય સરકારો લોટરી ચલાવી શકે છે, અને કાયદા બનાવી શકે છે. કાયદા મુજબ, રાજ્ય સરકારો અઠવાડિયામાં ફક્ત એક જ વાર લોટરી યોજી શકે છે.
વિદેશમાં સટ્ટાબાજી અંગે કયા કાયદા છે?
સટ્ટાબાજીને નિયંત્રિત કરવા માટે, અમેરિકા અને યુકે સહિત ઘણા દેશોમાં અલગ અલગ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. યુએસએમાં ન્યુ જર્સી અને પેન્સિલવેનિયામાં ઓનલાઈન કેસિનો સંપૂર્ણપણે કાયદેસર છે. તથા સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં ઓનલાઈન સટ્ટાબાજી કાયદેસર છે. આ ઉપરાંત, યુકેમાં જુગાર કાયદો 2005 લાગુ કરવામાં આવ્યો હતો. આ સાથે એક કમિશનની પણ રચના કરવામાં આવી. આ ઉપરાંત 2001માં ઓસ્ટ્રેલિયામાં આ અંગે એક કાયદો પણ બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો --- Meta ના ઓટો ટ્રાન્સલેશનમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને મૃત ઘોષિત કરાતા વિવાદ