Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Azharuddin ફસાયા, હવે આ મામલે ED નું સમન્સ....

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં નાણાંકીય અનિયમિતતાનો મામલો મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો EDએ તેલંગાણામાં 9 સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા તેમના પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળની ઉચાપત...
azharuddin ફસાયા  હવે આ મામલે ed નું સમન્સ
Advertisement
  • હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં નાણાંકીય અનિયમિતતાનો મામલો
  • મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો
  • EDએ તેલંગાણામાં 9 સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા
  • તેમના પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળની ઉચાપત કરવાનો આરોપ

Mohammad Azharuddin : પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)સામે મુશ્કેલી ઉભી થઇ છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાના છે.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં નાણાકીય અનિયમિતતાનો મામલો

ED સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં નાણાકીય અનિયમિતતાનો મામલો સામે આવ્યો છે. આ પછી EDએ HCA અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. EDએ તેલંગાણામાં 9 સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા.

Advertisement

આ પણ વાંચો----નેતાના વિવાદિત બોલ, કહ્યું - સુંદર છોકરીઓ ખેડૂતોના દીકરાઓ સાથે લગ્ન કરતી નથી...

Advertisement

તેમના પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળની ઉચાપત કરવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. અઝહરુદ્દીન અગાઉ HCAના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. કોંગ્રેસ નેતાને જારી કરવામાં આવેલ આ પહેલું સમન્સ છે, જે અંતર્ગત તેમણે આજે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું છે.

અધિકારીઓએ ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા

આ સમગ્ર મામલો હૈદરાબાદમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં થયેલી નાણાંકીય અનિયમિતતાનો છે. આરોપ છે કે અધિકારીઓએ ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા અને એસોસિએશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું. EDએ આ મામલામાં ત્રણ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

અઝહર વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરી

એસોસિએશનના સીઈઓ સુનીલ કાંત બોઝે અઝહર વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરી છે. જો કે અઝહરુદ્દીને પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો----ક્યારેક ખેડૂતો તો ક્યારેક રાહુલ ગાંધી…, હવે બાપુ પર સીધી ટિપ્પણી! Kangana Ranaut ના નિવેદનથી હોબાળો

Tags :
Advertisement

.

×