ENG vs SA:પ્રથમ વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડની સાત વિકેટથી શરમજનક હાર, મહારાજે લીધી ચાર વિકેટ
- ENG vs SA ની સીરિઝની પહેલી વન-ડે રમાઇ
- ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
- સાઉથ આફ્રિકાએ સાત વિકેટથી ઇંગ્લેન્ડને હરાવ્યું
દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર વિજય સાથે શરૂઆત કરી છે. મંગળવારે, લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું. આ મેચમાં ઓપનર એડન માર્કરામ અને સ્પિનર કેશવ મહારાજે શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડે 132 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી, આ નજીવા ટાર્ગેટને દક્ષિણ આફ્રિકાએ માત્ર 20.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પુરો કરી લીધો હતો. ઓપનર એડન માર્કરામે 55 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. માર્કરામે માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી, જે ઇંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા દ્વારા વનડેમાં નોંધાયેલી સૌથી ઝડપી અડધી સદી છે. આ સાથે તેણે ક્રિસ મોરિસનો 2016માં 30 બોલમાં બનાવેલો રેકોર્ડ તોડ્યો.
ENG vs SA ની સીરિઝની પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડની હાર
નોંધનીય છે કે રન ચેસ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમના ઓપનર માર્કરામે શાનદાર શરૂઆત કરી હતી, દક્ષિણ આફ્રિકાએ 5.2 ઓવરમાં 50 રનનો આંકડો પૂરો કર્યો. આ દક્ષિણ આફ્રિકાની ODI ક્રિકેટમાં ચોથી સૌથી ઝડપી ટીમ ફિફ્ટી છે. દક્ષિણ આફ્રિકાએ 16મી ઓવરમાં 100 રન પૂરા કર્યા. માર્કરામે 19મી ઓવરમાં આદિલ રશીદનો શિકાર બન્યો. તેણે વિકેટકીપર રાયન રિકેલ્ટન (59 બોલમાં 31 અણનમ, ચાર ચોગ્ગા) સાથે પ્રથમ વિકેટ માટે 121 રનની મજબૂત ભાગીદારી કરી હતી. આદિલે 21મી ઓવરમાં કેપ્ટન ટેમ્બા બાવુમા (6) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (0) ને સતત બોલ પર આઉટ કર્યા. આ પછી, બેટિંગ કરવા આવેલા ડેવાલ્ડ બ્રેવિસે (બે બોલમાં અણનમ 6) આદિલની બોલ પર સિક્સર ફટકારીને દક્ષિણ આફ્રિકાને વિજય અપાવ્યો. ઇંગ્લેન્ડ સામે આ દક્ષિણ આફ્રિકાનો વનડેમાં બીજો સૌથી મોટો વિજય છે.
A clinical win from the Proteas to go 1-0 up against England in the ODI series#ENGvSA 📝: https://t.co/Lc2SVFKlp7 pic.twitter.com/4fzwRLzC81
— ICC (@ICC) September 2, 2025
ENG vs SA ની પ્રથમ વન-ડેમાં સ્પિનર મહારાજ સામે ઇંગ્લેન્ડા બેટસમેનો ઘૂંટણિયે
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ઇંગ્લેન્ડને 24.3 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ કરી દીધું. મહારાજે 5.3 ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ લીધી. તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો, વિઆન મુલ્ડરે 7 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ લીધી. નાન્દ્રે બર્ગર અને લુંગી ન્ગીડીએ એક-એક વિકેટ લીધી. ઇંગ્લેન્ડના ફક્ત બે ખેલાડીઓ 15 કે તેથી વધુ રન બનાવી શક્યા. ઓપનર જેમી સ્મિથ (48 બોલમાં) 54 રન જ્યારે વિકેટકીપર જોસ બટલરે 24 બોલમાં 15 રન બનાવ્યા. ઇંગ્લેન્ડના પાંચ ખેલાડીઓ, જેમાં બેન ડકેટ (5), જેકબ બેથેલ (1) અને વિલ જેક્સ (7)નો સમાવેશ થાય છે, બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. અનુભવી બેટ્સમેન જો રૂટે 14 રન અને કેપ્ટન હેરી બ્રુકે 12 રનનું યોગદાન આપ્યું.
આ પણ વાંચો: Mitchell Starc retirement : T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને આંચકો: મિચેલ સ્ટાર્કે નિવૃત્તિ જાહેર કરી


